ઝાડીમાંથી યુવકની ધડથી માથુ અલગ કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી

421

અમદાવાદ શહેરમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ધડથી માથુ અલગ કરી અને હત્યા કરી ફેકી દેવાયેલી લાશ મળી આવી છે. નોબલનગર પાસે આવેલી નાલંદા સ્કુલ પાસેની ઝાડીઓમાંથી ૩૦ વર્ષના યુવકની ધડ વગરની કોહવાયેલી હાલતમાં લાશ મળતાં દોડધામ મચી ગઇ હતી.

સરદારનગર પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ કરતાં યુવકના હાથના કાંડા પગ નહોતા. જેના કારણે સરદારનગર પોલીસ, ડીસીપી નિરજ બડગુર્જર તેમજ ક્રાઇમબ્રાંચની ટીમો ઘટના સ્થળે પહોચી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં બે દિવસ પહેલાંથી યુવક ગુમ થઇ ગયો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જો કે પોલીસે યુવકનુ ધડ તો મળી ગયુ છે. પરંતુ હાથના કાંડા હજી મળ્યા નથી.સરદારનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નોબલનગર પાસેની નાલંદા સ્કુલ પાસે અવાવરૂ ખેતર આવેલુ છે, તેની ઝાડીઓમાંથી દુર્ગંધ મારતાં કોઇકે સવારે ૧૦.૩૦ વાગે પોલીસ કંન્ટ્રોલરૂમને જાણ કરી હતી.

આ અંગે સરાદરનગર પોલીસ સ્ટેશનના પી.આઇ જાધવે સી.આર.જાધવે જણાવ્યુ છે કે લાશની હાલત જોતાં હત્યા કરી હોવાનુ સ્ષસ્ટ લાગે છે. જેથી અજાણ્યા શખ્સો વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી અમે હત્યારા કોણ છે અને કયા કારણસર હત્યા કરી છે. તેની તપાસ કરી રહ્યા છીએ.

Previous article૨ કરોડ રૂપિયાની નકલી નોટો ઝડપાઈ, ૪ની ધરપકડ
Next articleસેલ્સમેન પાસેથી રૂ. ૭.૧૪ લાખના દાગીનાની લૂંટ કરી આરોપી ફરાર