૨ કરોડ રૂપિયાની નકલી નોટો ઝડપાઈ, ૪ની ધરપકડ

382

સુરતના પુણા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ૨ કરોડની નકલી નોટ ઝડપી છે. આરોપીઓ અસલી નોટની સાથે નકલી નોટ મૂકીને ફરતી કરતા હતાં. સુરતમાં મોટી છેતરપિંડીની કોશિશમાં તેઓ હતાં. આ મામલે પોલીસે નકલી નોટો સાથે ૪ લોકોની ધરપકડ પણ કરી છે.

અત્રે જણાવવાનું કે આ અગાઉ સુરતમાં નકલી નોટો બનાવાનું કારખાનું પકડાતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. સુરત પોલીસે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૦૦ અને ૫૦૦ની તથા ૨૦૦૦ની ૮૦ લાખ જેટલી નકલી નોટો સાથે બે આરોપીને ઝડપી લીધા છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બંન્ને આરોપી રાજ્યમાં ડુપ્લીકેટ નોટો છાપવાનું કાર્ય કરતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર સચિન વિસ્તારના શિવરંજની એપાર્ટમેન્ટ પર પોલીસે ચોક્કસ બાતમીને આધારે ત્રણમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે ૮૫ લાખ ૨૨ હજારની નકલી નોટો સહિત ૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Previous articleમનપાની જનરલ બોર્ડમાં વિપક્ષી નેતાની દારૂની પરમીટનો મુદ્દો ઉછળતા હોબાળો
Next articleઝાડીમાંથી યુવકની ધડથી માથુ અલગ કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી