ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીઓને હવે ગણતરીનો એક દિવસ બાકી રહ્યો છે. આગામી ૨૧ ઓક્ટોબરે પેટાચૂંટણીઓનું વોટિંગ થવાનું છે. તો બીજી બાજુ અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે રોડની જે સ્થિતિ ઉદ્દભવી છે, તેને લઇને કોંગ્રેસ એક્શનમાં છે.
અમદાવાદમાં જાહેર રસ્તાઓ વરસાદના કારણે તૂટી ગયા છે, લોકોનો ભારે રોષ હોવા છતાં તે રિપેર કે નવા બનાવવામાં આવી રહ્યા નથી. ત્યારે કોંગ્રેસે અમદાવાદમાં ભાજપ નેતા ગુમ થયાના પોસ્ટર લાગતા ખળભળાટ મચ્યો છે. અમદાવાદમાં નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ ગુમ થયાના પોસ્ટર લાગ્યા છે. બિસ્માર રસ્તાના વિરોધમાં કોંગ્રેસે આ પોસ્ટર લગાવ્યા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભાજપના નેતા ગુમ થયાના પોસ્ટર લાગ્યા છે. શહેર ભાજપ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ ગુમ થયાંના કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસે આ મુદ્દે જણાવ્યું હતું કે, ખરાબ રોડ રસ્તાને લઈને પ્રજા પરેશાન છે, ત્યારે વિકાસની મોટી મોટી વાતો કરનાર ધારાસભ્યએ વિસ્તારમાં કાર્યો ન કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો.