આહિર સમાજના આગેવાનો અને રાજુલા વિધાનસભાના ધારાસભ્ય અને તાલુકાના લોકપ્રતિનિધિ એવા અંબરીશભાઈ ડેરને વિધાનસભામાંથી લોકપ્રશ્ન પૂછનાર ધારાસભ્ય વિક્રમભાઈ માડમના વિરોધ સામે પોતાનો સુર રજૂ કરવાના એકમાત્ર કારણસર ભાજપ શાસિત પક્ષના ધારાસભ્યો દ્વારા લોકશાહીને ન શોભે તેવા ખરાબ શબ્દો બોલવા લાગી અંતે પૂર્વ આયોજીત ધાંધલ ધમાલ મચાવી ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં ક્યારેય ન લેવાયેલ હોય તેવો નિર્ણય લઈ અંબરીશભાઈને ૩ વર્ષ માટે વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો તઘલખી નિર્ણય છે તેની સામે ગુજરાતના ૩પ લાખ આહિર સમાજના લોકોની લાગણી દુભાઈ છે.
અંબરીશભાઈ ડેર કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવેલ હોય ગુજરાત વિધાનસભા ક્ષેત્રે અગાઉ અનેકવાર વિધાનસભા ગૃહમાં અનેક પ્રકારની અશોભનિય પ્રવૃત્તિઓ થતી રહી હોવા છતાં ક્યારેય પણ આટલા લાંબા સમય માટે કોઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવો ઈતિહાસમાં આ પ્રથમ બનાવ હોય ડેર પોતાની ચૂંટણી ઢંઢેરામાં જ પોતાને મળતો પગાર ભથ્થા સહિતની રકમ ગરીબ પ્રજાના હિતમાં વાપરવાનું જાહેર કરેલ હોય તેમજ હાલના બનાવમાં પણ લોકોની સમસ્યાઓને વાચા આપવાના એકમાત્ર હેતુથી કોઈપણ ધારાસભ્ય વિધાનસભા ગૃહમાં પોતાની પ્રશ્નોતરી કરવા તેમજ મંતવ્ય રજૂ કરવાનો અધિકાર ધરાવતા હોય છે ત્યારે ભાજપના માથાભારે સત્તારૂઢ થયેલ નેતાઓ વિક્રમભાઈ માડમના પ્રશ્નોતરી દરમિયાન બિભત્સ શબ્દો સાગમટે બોલવાનું શરુ કરતા અંબરીશભાઈએ પોતાનો સુર પુરાવી માડમની રજૂઆતને સમર્થન આપતા વિધાનસભાનું વાતાવરણ ઈરાદાપૂર્વક ઉગ્ર બનાવી ડેરને આટલા લાંબા સમય માટે સસ્પેન્ડ કરવા કાયદાકિય રીતે પણ સુસંગત ન હોય અંબરીશભાઈના સસ્પેન્શનનો હુકમ તાત્કાલિક અસરથી હટાવી વિધાનસભા સભ્ય તરીકેના અધિકારો પ્રત્યારોપિત કરવાની માંગ સાથે મહુવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.