પંચમહાલમાં શહેરાની સિંધી ચોકડી પાસે ઇન્ડિકા વિસ્ટા કારે રાહદારીઓ અને બાઇક સવારને અડફેટે લીધા છે. જેમાં ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માત બાદ કાર ચાલક અને અન્ય એક વ્યક્તિ ફરાર થઇ ગયા છે. આ કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. કારમાંથી ઝડપાયેલ ત્રણ વ્યક્તિઓ નશાની હાલતમાં હોવાની આશંકા સેવાઇ રહી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે પંચમહાલ શહેરાની સિંધી ચોકડી પાસે લાલ રંગની ઇન્ડિકા વિસ્ટા કારે બાઇક અને રસ્તા ચાલતા લોકોને અડફેટે લીધા છે. જે બાદ કાર વીજળીનાં થાંભલા સાથે અથડાઇ ગઇ હતી. જે બાદ સ્થાનિકોએ કારમાંથી ત્રણ જણને પકડી પાડ્યાં હતાં. આ અકસ્માત બાદ કાર ચાલક અને અન્ય એક વ્યક્તિ ફરાર થઇ ગયા હતાં. જ્યારે અન્ય ઝડપાયેલા વ્યક્તિ નશાની હાલતમાં હોવાની આશંકા છે. તેમની કારમાંથી દારૂની બોટલ પણ મળઈ આવી હતી.
આ અક્સમાત બાદ રસ્તા પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતાં. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં.આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.