સૌરાષ્ટ્રમાં જામશે ક્રિકેટ ફિવર, ૭ નવેમ્બરે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ મેચ

367

રાજકોટના ખંઢેરી પાસે આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડિયમ ખાતે આગામી તા.૭મી નવેમ્બરના રોજ ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ મેચ રમાનાર છે. આ મેચની ટિકીટોના કાઉન્ટર લાભપાંચમ પહેલા ખુલી જશે અને બંને ટીમો તા.૪થી નવેમ્બરના રોજ ચાર્ટડ ફલાઈટ દ્વારા રાજકોટ આવી પહોચશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, તા.૪થી નવેમ્બરના રોજ બંને ટીમો આવી ગયા બાદ તા.૫ અને ૬ના રોજ નેટ પ્રેકટીસ કરશે. આ માટેની ટિકીટના કાઉન્ટર તા.૩૧મીથી ખુલી જશે તેમ યાદીમાં જણાવાયું છે. રોશનીના પર્વ દિવાળી બાદ જ ક્રિકેટની દિવાળી શરૂ થતી હોય ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાઉન્ટર પરથી ટિકીટનું વેચાણ લાભપાંચમ પહેલા શરૂ કરવામાં આવ્યા પહેલા તા.૨૧ ઓકટો.થી ઓનલાઈન ટિકીટનું વેચાણ શરૂ થઈ જનાર છે.

Previous articleનકલી આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, બે સગાભાઇની ધરપકડ
Next articleદહેજની માંગ કરતા સાસરિયાના ત્રાસથી કંટાળી દિકરીએ પોલીસ ફરિયાદ કરી