અમરાઈવાડીના જવાનનું લેહ લદ્દાખમા બીમારીથી મૃત્યુ થયુ છે. છેલ્લા કેટલાક દિવસથી બેંગ્લુરુમાં સારવાર હેઠળ હતા. ત્યારબાદ બે દિવસ પહેલા લશ્કરી હોસ્પિટલમા મૃત્યુ નીપજતા તેમના પાર્થિવ દેહને અમરાઈવાડી ખાતે લાવવામા આવ્યો
છે. લશ્કરની પાંખના સાથી જવાનો અધિકારીઓ સાથે બેંગ્લોરથી લશ્કરની ગાડીમા જવાનને (હરિશચંદ્ર રામરાજ મોર્ય ઉંમર ૪૦) શબપેટી રાખી તિરંગાનુ સન્માન આપવામાં આવ્યું હતું. પાર્થિવ દેહ તેમના ઘરે લવાતા પરિવારજનો અને આસપાસના લોકો આ જવાનને અંતિમ વિદાય આપવા ભાવુક બન્યા હતા.