કમલેશ તિવારી હત્યા કેસનો ભેદ ઉકેલાયો : ત્રણ આરોપી સંકજામાં

318

સમગ્ર દેશમાં ભારે ચકચાર જગાવનાર કમલેશ તિવારી હત્યા કેસનો ભેદ ૨૪ કલાકની અંદર જ ઉકેલી દેવામાં આવ્યો છે. ગુજરાત અને ઉત્તરપ્રદેશની પોલીસે જોરદાર સંકલન જારી રાખીને આ કેસમાં ૨૪ કલાકના ગાળામાં જ હત્યાના કાવતરાને ઘડનાર તથા હત્યાને અંજામ આપનાર આરોપીઓને ધરપકડ કરી લીધી છે. ચોક્કસ બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. હત્યાના મામલામાં સુરતમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓની કઠોર પુછપરછ કરવામાં આવી રહી છે. હત્યાના સંદર્ભમાં આરોપીઓેએ કબુલાત પણ કરી દીધી છે. આ કેસમાં મુખ્ય માસ્ટરમાઈડ તરીકે રસીદ અહેમદ ખુરશીદ અહેમદ પઠાણ (૨૩) રહ્યો  છે. તે સિલાઈ કામ કરે છે અને તે કોમ્ય્યુટરની માહિતી ધરાવે છે. જે ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તેમાં મૌલાના મોહશીન શેખ સલીમ (૨૪)નો સમાવેશ થાય છે. જે સાડીની દુકાનમાં કામ કરે છે અન્ય એક શખ્સ ૩૦ વર્ષીય ફેજામ છે. જે જિલાની એપાર્ટમેન્ટમાં સુરતમાં રહે છે. ત્રણેયની આકરી પુછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત બેને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. યુપીના ડીજીપી ઓપી સિંહે આજે કમલેશ તિવારી હત્યા કેસના સંદર્ભમાં તમામ વિગતો સવારે પત્રકાર પરિષદ યોજીને પુરી પાડી હતી. બિજનોર કનેક્શન ક્રોસ ચેકની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે બિજનોરના મૌલાના અનવારુલ હકની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, અનવારુલ અને મુક્તિ નઈમ કાજમી અને મૌલાનાની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે માહિતી આપતા કહ્યુ છે કે આ હત્યાકાંડમાં સામેલ શંકાસ્પદોની પ્રાથમિક પુછપરછ ચાલી રહી છે. જેમાં હાલમાં જાણવા મળ્યુ છે કે હત્યાના કાવતરાની પાછળ મુખ્ય કારણ કમલેશ તિવારીનુ વર્ષ ૨૦૧૫માં આપવામા ંઆવેલુ ભાષણ રહ્યુ છે. ડીજીપી દ્વારા કહેવામાં આવ્યુ છે કે સુરતમાં કસ્ટડીમાં લેવામાં આવેલા ત્રણેય આરોપીની કઠોર પુછપરછ કરવામાં આવી રહી છે.

કોન્ફરન્સમાં ડીજીપીએ કહ્યુ હતુ કે સુચના અને પુરાવા મળ્યા બાદ  શુક્રવારે જ નાની નાની ટીમોની રચના કરવામાં આવી હતી. તપાસ કરવામાં આવ્યા બાદ અમારી ટીમને માહિતી મળી હતી કે કનેક્સન ગુજરાત સાથે રહેલા છે. મિઠાઇના ડબ્બામાંથી પુરાવા મળ્યા બાદ તેઓએ પોતે ગુજરાતના ડીજીપી સાથે વાત કરી હતી. ત્યારબાદ મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે એસએસપી લખનૌ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફોટોમાં  ઉંડાણપૂર્વક અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. ગુજરાત પોલીસ અને યુપી પોલીસે તાલમેલ સાથે કામ કર્યુહતુ. જોઇન્ટ ટીમે ત્યારબાદ સુરતમાંથી ત્રણ શખ્સોને પકડી લીધા હતા. સીસીટીવીના ફુટેજના આધાર પર પુરાવા મળ્યા હતા. પોલીસને કેટલીક કોલ્સ ડિટેલ્સ હાથ લાગી છે. એસટીએફની પણ મદદ કરવામાં આવી રહી છે. કમલેશની પત્નિ કિરણની રજૂઆત બાદ ઉત્તરપ્રદેશ પોલીસે મૌલાનાની સામે કેસ દાખલ કરી દીધો છે. બીજી બાજુ હત્યાકાંડમાં ગુજરાત કનેક્શન હોવાની વિગત સપાટી પર આવી રહી છે. કમલેશ તિવારીની હત્યા બાદ ઘટનાસ્થળથી એક મિઠાઇના ડબ્બાને કબજામાં લેવામાં આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના પર સુરતની દુકાનનુ નામ રહેલુ હતુ. બીજી બાજુ કમલેશની પત્નિ કિરણની રજૂઆત બાદ આ મામલે કેટલાક લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. કિરણનો આરોપ છે કે મુફ્તિ નઇમી કાજમી, અનવારુલ હક સહિત કેટલાક લોકોએ વર્ષ ૨૦૧૬માં કમલેશની હત્યા કરવા માટે ઇનામની વાત કરી હતી. લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાના મામલે ધરપકડનો દોર વધારે તીવ્ર બનાવી દેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસ દ્વારા સુરતમાં ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી લીધી છે.

ગુજરાત એટીએસે કેટલીક ચોંકાવનારી માહિતી પણ આપી છે. મૌલાના અનવારુલ હકે વર્ષ ૨૦૧૬માં કમલેશની હત્યા કરવા બદલ ૫૧ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.

Previous articleભારતમાં વિદેશી રોકાણ વધશે, ગ્રોથ રેટ સાત ટકા થશેઃIMF
Next articleકમલેશ તિવારી ISના હિટલિસ્ટમાં હતા