કમલેશ તિવારી હત્યા કેસના મામલે ઉંડી તપાસનો દોર જારી રહ્યો છે. એવી વિગત પણ સપાટી પર આવી રહી છે કે કમલેશ તિવારી ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસની હિટ લિસ્ટમાં હતા. આ ખુલાસો ગુજરાત એટીએસ દ્વારા ૨૫મી ઓક્ટોબર ૨૦૧૭ના દિવસે સુરતમાં ધરપકડ કરવામાં આવેલા એક શકમંદ ઉબેદ અહેમદ મિર્ઝા અને મોહમ્મદ કાસિમ સ્ટિંબરવાલાની જ્યારે પુછપરછ કરવામાં આવી ત્યારે કરવામાં આવ્યો હતો. ૨૦મી ેપ્રિલ ૨૦૧૮ના દિવસે ગુજરાત એટીએસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના કહેવા મુજબ ઉબેદે પોતાના બે સાથીને કમલેશ તિવારીના વિવાદાસ્પદ નિવેદનવાળુ નિવેદન નિહાળ્યુ હતુ. વિડિયો દેખાડી કહેવામાં આવ્યુ હતુ કે અમને તેમની હત્યા કરવાની છે. યુપી પોલીસ અને ગુપ્તચર એજન્સીને શંકા છે કે હત્યાના ગુજરાત અને ત્રાસવાદી કનેક્શન પણ હોઇ શકે છે. તે ઉપરાંત ૧૩મી ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે કમલેશ તિવારીએ ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવેલા બે આઇએસ શકમંદો સાથે જોડાયેલી વિગતોને પોતાના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરી હતી. જેમાં શકમંદો સાથે થયેલી પુછપરછનો હવાલો આપીને પોતાની જાનને ખતરો હોવાની વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આટલો મોટો ખુલાસો થયો હોવા છતાં તેમને સુરક્ષા આપી રહી નથી. ઘટનાના સમયમાં એક સુરક્ષા કમલેશના આવાસની નીચે હતો. જેને હત્યારાઓને રોક્યા હતા. ત્યારબાદ કમલેશને પુછીને જ અંદર પ્રવેશ આપ્યો હતો. હત્યારા દ્વારા બોગસ નામનો ઉપયોગ કરવામાં આવ્યોહતો. જો કે કેટલીક નવી વિગત હાલમાં ખુલી શકે છે.