ભાવનગરના પૂર્વ કમિશ્નર અને હાલ સસ્પેન્ડેડ પ્રદિપ શર્મા સામે દસ વર્ષ પૂર્વે આલ્કોક એશડાઉનના કોન્ટ્રાક્ટર પાસેથી રપ લાખની લાંચ લેવા મામલે થયેલ ફરિયાદ બાદ થયેલ ધરપકડ અને રીમાન્ડ બાદ આજરોજ રીમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યા છે. પ્રદિપ શર્માએ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જે કોર્ટે નામંજુર કરી છે.
વર્ષ ર૦૧૦ની સાલમાં ભાવનગરમાં આવેલ આલ્કોક એશડાઉનના એમ.ડી. પદે ભાવનગરના પૂર્વ કમિશ્નર પ્રદિપ શર્મા સેવારત હતા એ સમયે કોન્ટ્રાક્ટરે કંપની પાસેથી બાકી નિકળતા લેણા રકમ આપવા માટે એમ.ડી. પ્રદિપ શર્માએ કોન્ટ્રાક્ટર પાસેથી રૂા.રપ લાખની રકમ લાંચ પેટે સ્વીકારી હતી. જે અંગે તાજેતરમાં થયેલ ફરિયાદ બાદ ભાવનગર એસીબીએ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવ્યા હતા. આ રીમાન્ડ આજરોજ પુરા થતા પ્રદિપ શર્માએ વકીલ મારફતે કોર્ટમાં જામીન અરજી પણ કરી હતી પરંતુ કોર્ટે જામીન નામંજુર કરતા આજરોજ તેમને જેલહવાલે કરવામાં આવ્યા હતા.