પ્રાંત અધિકારી ગોકલાણીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું….જેમાં ઉમરાળા મામલતદાર રાજેન્દ્ર પટેલ સાહેબ, ઉમરાળા ટીડીઓ આર.બી.વિસાણી, જિલ્લા પંચાયત સદસ્ય અને જી.એમ.ડી.સી.ડાયરેક્ટર પેથાભાઈ આહીર, ભાવનગરના અજય મેવાડા, રંઘોળાના મેડિકલ ઓફિસર સંજય બારૈયા, પાણી પુરવઠાના ભામાણી, ફોરેસ્ટ સ્ટાફના સુમિતાબેન, લાખાવાડના સરપંચ હમીરભાઇ ચાવડા, સહિતના ઉમરાળા તાલુકાના અલગ અલગ શાખાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને લાખાવાડ ગામ લોકો દ્વારા હેલ્થ, આરોગ્ય,વીજળી, રોડ,રસ્તા,કૃષિ લગતા પ્રશ્નો,સહિતના વિવિધ પ્રશ્નોને લઈને અધિકારીઓને રૂબરૂમાં રજુઆત કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સાંભળ્યા હતા અને તેઓના પ્રશ્નોના સંતોષકારક નિકાલ કરવાની ખાત્રી આપી હતી…અને કાર્યક્રમ સુચારુ રૂપે પૂર્ણ થયો હતો..