શિશુવિહાર સંસ્થાનાં ઉપક્રમે ૩૯ વર્ષ થી અવિરત પણે ચાલતી બુધસભા નું ૨૫મું જાહનવી સંમેલન તા.૧૯ ઓકટોબરનાં રોજ ગુજરાત સાહિત્ય અકાદમી નાં અદયક્ષ વિષ્ણુ પંડયાનાં વડપણ નીચે યોજાયો. સ્વ. તખ્તસિંહજી પરમાર દવારા ૧૯૮૦માં સ્થાપિત બુધસભાનાં ઉપક્રમે ભાવનગરનાં કવયિત્રી ભાગીરથીબહેન મહેતાની સ્મુતિમાં વડોદરા સ્થિત જાણીતા કવયિત્રી નિઝૅરીબહેન મહેતા નું રૂ.૧૧ હજાર અને ટ્રોફીથી વિશેષ અભિવાદન કરાયું. પદ્મ ડૉ. એમ. એચ. મહેતા અમેરિકાનાં કવયિત્રી સરયુબહેન પરીખની વિશેષ ઉપસ્થિતિમાં સ્વ. રીતાબહેન ભટ્ટની સ્મુતિ માં સતત ત્રીજા વર્ષે બુધસભા નાં વરિષ્ઠ કવિ નટવર ભાઈ આહલપરા, રક્ષાબહેન શુક્લનું નકદ રાશી તથા ટ્રોફીથી સન્માન કરવામાં આવેલ. બુધસભાનાં વાર્ષિક સંમેલનમાં ઉપસ્થિત ભાવનગરનાં ૧૦૦થી વધું સાહિત્યકારોએ મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાન અંતર્ગત ગુજરાતનાં જાણીતા સાહિત્યકાર,ચિંતક વિષ્ણુ પંડ્યાએ સ્મુતિ વિચાર રજુ કર્યા હતાં. આ કાર્યક્રમનાં આરંભ દર્શનાબહેન ભટ્ટ દવારા પ્રાર્થના રજુ કરી હતી તેમજ આ કાર્યક્રમનું સંકલન છાયાબહેન પારેખએ કર્યું હતુ.આ પ્રસંગે વિક્રમભાઈ ભટ્ટએ સૌનો આભાર માન્યો હતો વિશેષતઃ ઉપસ્થિત તમામ સાહિત્યકારોને ગુજરાતનો દિવાળી અંક ભેટ સ્વરૂપે આપનાર ડોક્ટર પ્રતાપભાઈ પંડ્યા તથા સ્વરુચિ ભોજન પીરસનાર શ્રી જગદીશભાઈ પરમાર નો આભાર માન્યો હતો..