સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર -વ-ચેરમેન, ડીસ્ટ્રીક લેવલ કોર્ડીનેશન કમિટી -વિશાલ ગુપ્તા અને જીલ્લા વિકાસ અધિકારી-વ-સભ્ય લલિત નારાયણ સિંગ સાધુની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં શાળા તમાકુ મુક્ત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે માટે સમગ્ર જીલ્લામાં “તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ”કરવામાં આવે છે. જેમાં તા.૧૯/૧૦/૨૦૧૯નાં રોજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જયેશ પટેલનાં માર્ગદર્શન નીચે શ્રી ગઢડા બ્રાન્ચ શાળા- ૬ ખાતે“તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બાળકો સાથે તમાકુ નિષેધ વિષયની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરી પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ગઢડા બ્રાન્ચ શાળા-૬ ના આચાર્ય વી.આર.ત્રિવેદી તથા સમગ્ર સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.