ભાવનગર મનપાની સાધારણ સભામાં ત્રણ ઠરાવ સર્વાનુમતે મંજુર

844

ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસના સભ્યોએ ભાવનગરના મહિલા બાગ અને ટાઉન હોલની દુર્દશા અંગે આક્રોશભેર રજૂઆત કરી હતી.

મેયરમ નહરભાઈ મોરીના અધ્યક્ષ સ્થાને મળેલી સાધારણ સભામાં પ્રશ્નોત્ત્રી કાળ દરમ્યાન કોંગ્રેસના નગરસેવક રહીમભાઈ કુરેશીએ ભાવનગર ઘોઘાગેટ પાસે આવેલ મહિલા બાગની દુર્દશા અંગે સવાલ ઉઠાવ્યા હતાં. વિરોધપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ ઉપરાંત શાસક પક્ષના સભ્યોએ પણ મહિલાબાગની દુર્દશા અંગે વધેક સવાલ કર્યા હતાં. આ ઉપરાંત મોતીબાગ ટાઉનહોલની અવદશા અંગે પણ કોંગ્રેસના નગરસેવકે પ્રશ્ન ઉઠાવતા અધિકારીઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવતા સભ્યોએ દેકારો મચાવ્યો હતો. આ સભામાં રજુ થયેલા ત્રણ ઠરાવ ચર્ચા-વિચારણા બાદ મંજુર કરવામાં આવ્યા હતાં.

Previous articleકલેક્ટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી
Next articleમારમારીના ગૂન્હામાં નાસતો-ફરતો આરોપી ઝડપી લેતી એલસીબી