ભાવનગર- જિલ્લામાં વાદળીયું વાતારવણ રહ્યું હતું દરમ્યાન સાંજે અલંગમાં ભારે પવન ફુંકાયો હતો અને વરસાદ પડ્યો હતો. તળાજામાં વરસાદ પડ્યો હતો.
ગોહિલવાડ પંથકમાં આજે દિવસભર વાદળીયુ વાતાવરણ રહ્યા પામ્યું હતું. જિલ્લાના તળાજા અને અલંગમાં ભારે પવન સાથે છુટો છવાયો વરસાદ પડ્યો હતો. તળાજામાં પ મી.મી. વરસાદ નોંધાયો છે. અલંગ શિપ યાર્ડ અને મણાર પંથકમાં ભારે પવન સાથે વરસાદ ભારે પવન ના કારણે અફડાતફડી મચી ગઈ હતી ઓચિંતા પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ ના કારણે લોકો મા નાચભાગ બે દિવસ થી ગરમી પડી રહી હતી ત્યારે આજે અલંગ મા વરસાદ વરસ્યો હતો ધરતી પુત્રો મા ચિંતા ત્યાર થયેલ પાક નિષ્ફળ જવાનો ભય અત્યારે ખેડૂતો પાક લઈ રહ્યા છે ત્યારે જ ધોધમાર વરસાદ ના કારણે ખેડૂતો ન ઘરના ન ઘાટના જેવો માહોલ સર્જાયો હતો
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપ ૩૩.૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન રપ.૮ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ર ટકા અને પવનની ઝડપ ૧૮ કી.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.