અક્ષયે મારા ફોનથી આઇલવ યુનો મેસેજ વિદ્યા બાલનને સેન્ડ કર્યો હતોઃ રિતેશ દેશમુખ

544

બોલિવૂડનો ખેલાડી અક્ષય કુમાર નવા નવા કાંડ કરવા માટે જાણીતો છે. હાલમાં તે તેની આગામી ફિલ્મ હાઉસફુલ ૪ માટે પુરજોશમાં ટીમ સાથે પ્રમોશન કરી રહ્યો છે. તે જ અરસામાં ટીમ સાથે અક્ષય કુમાર પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યો હતો અને ત્યાં ખુબ મસ્તી કરી હતી. પરંતુ આ દરમિયાન અક્ષયનો એક નવો કાંડ પણ બહાર આવ્યો હતો. બધા અભિનેતાએ અક્ષય કુમાર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો કે જેમાં રિતેશ દેશમુખે એક કિસ્સો સંભળાવ્યો કે જે મજેદાર હતો. બધા જાણીએ છીએ એમ અક્ષયને પ્રેન્ક સ્ટાર પણ કહેવામાં આવે છે. રિતેશે જણાવ્યું કે મે અક્ષય સાથે બેબી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તો એક વખત શુટિંગ ચાલતું હતુ અને બધા સેટ પર હતા ત્યારે જ અક્ષયે મારો ફોન લીધો અને આઇ લવ યુનો મેસેજ ટાઈપ કરીને વિદ્યા બાલનને સેન્ડ કરી દીધો. જોવા જેવું એ થયું કે વિદ્યા બાલને પણ સામે રિપ્લાઈમાં કિસિંગની સ્માઈલી મોકલી અને આ જોઈને રિતેશ દેશમુખ તો હેરાન રહી ગયો. પછી ખબર પડી કે અક્ષય કુમાર પાસે વિદ્યા બાલનનો ફોન હતો. જેના કારણે રિતેશ તો ભારે કન્ફ્યૂઝ થયો હતો. ઉલ્લેખનીય છે કે હાઉસફુલ ૪ એ ૨૫ ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ પહેલાના ૩ ભાગ બોક્સ ઓફિસ પર કમાલ કરવામાં સફળ રહ્યા છે.

Previous articleફિલ્મ લગે રહો મુન્નાભાઇનો ત્રીજો ભાગ બનશે નહીં
Next articleસેક્સને એન્જૉય કરવું જોઇએ પરંતુ એમા ભાવનાઓ પણ હોવી જોઇએઃ ઇલિયાના