પાક.બાળકીને વીઝા આપવા માટેની ગૌતમ ગંભીરની અપીલ વિદેશ મંત્રાલયે સ્વીકારી

607

વિદેશ મંત્રાલયે સારવાર માટે પાકિસ્તાની બાળકીને વીઝા આપવા માટે પૂર્વી દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરની અપીલને સ્વીકારી છે. હાર્ટ પેશન્ટ ૬ વર્ષની બાળકી અને તેના માતાપિતાએ વીઝા માટેને નિર્દેશ અપાયા છે.

ગૌતમ ગંભીરે એક એક્ટોબરે વિદેશ મંત્રાલયને પત્ર લખી અને પાકિસ્તાનના મોમૈમા અલી અને તેમના માતા-પિતાના વીઝા માટે ભલામણ કરી હતી.

ગૌતમ ગંભીરે વિદેશ મંત્રીનો આભાર વ્યક્ત કરતું એક ટ્‌વીટ પણ કર્યુ. જેમાં તેઓએ કહ્યું કે, પાકિસ્તાની બાળકી અને તેના માતા-પિતાને હાર્ટ સર્જરી માટે વીઝા ઉપલબ્ધ કરાવવા માટે વિદેશમંત્રીનો આભાર માન્યો હતો આ સાથે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહ મંત્રી અમિતભાઈ શાહનો પણ આભાર માન્યો હતો.

Previous articleઅમિતાભ બચ્ચન બે દિવસ પછી ‘કેબીસી’નું શૂટિંગ શરૂ કરશે
Next articleટેનિસ ખેલાડી રાફેલ નડાલે ગર્લફ્રેન્ડ મારિયા સાથે લગ્ન કર્યા