‘મુન્નાભાઈ’ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મને લઈ ચાહકોમાં ઉત્સુકતા છે. રાજકુમાર હિરાનીની આ ફિલ્મ ક્યારે બનશે, તે નક્કી નથી. આ ફિલ્મના પહેલાં બે ભાગ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ તથા ‘લગે રહો મુન્નાભાઈ’માં મહત્ત્વની ભૂમિકા ભજવનાર બમન ઈરાનીના મતે, ત્રીજો ભાગ બનશે નહીં. બમન ઈરાનીએ કહ્યું હતું, ચાહકોને હજી પણ લાગે છે કે ફિલ્મનો ત્રીજો ભાગ અંડર પ્રોડક્શન છે. જોકે, આ વાત સાચી નથી. ફિલ્મ બંધ થઈ ગઈ છે. આ ફિલ્મની વાર્તા લખવામાં આવી હતી પરંતુ મેકર્સ તેનાથી ખુશ નહોતી. છેલ્લાં બે પાટ્ર્સના સ્કેલ પર આ વાર્તા મેચ થતી નહોતી, તેથી આ ફિલ્મ બની રહી નથી. સાચી વાત એ છે કે ‘મુન્નાભાઈ’ સીરિઝના ત્રીજા ભાગની જાહેરાત કરીને એવરેજ ફિલ્મ બનાવવામાં આવે તો તે પણ ચાલી જાય પરંતુ ફ્રેન્ચાઈઝીનો આવો કોઈ ઈરાદો નથી. મેકર્સ દર્શકોને નિરાશ કરવા ઈચ્છતા નથી. બમન હાલમાં આગામી ફિલ્મ ‘મેઈડ ઈન ચાઈના’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.