કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ હાલ અમેરિકાના પ્રવાસે છે. તેમણે આંતરારાષ્ટ્રીય મુદ્રા કોષ(ૈંસ્હ્લ)માં અમેરિકાના નાણાં મંત્રી સ્ટીવન ન્યુકિન સાથેની મુલાકાત બાદ સીતારમણે કહ્યું કે બંને દેશોની સરકાર વેપાર સમજૂતી પર ઝડપથી કામ કરી રહી છે અને ઝડપથી આ મુદ્દે સહમતી થઈ શકે છે.
સીતારમણે કહ્યું કે અમેરિકાના નાણાં મંત્રી નવેમ્બરની શરૂઆતામાં ભારત આવી શકે છે. તે પહેલા જ અમારી વચ્ચે વેપાર ડીલની કેટલીક શરતો પર ચર્ચા થઈ હતી. જોકે હાલ પીયૂષ ગોયલ અને અમેરિકાના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝર તેની પર વાતચીત કરી રહ્યાં છે. મને માહિતી છે કે ડિલ માટે બંને દેશ મજબૂતીથી જોડાયા છે.