એસ.ટી. કર્મચારી મહામંડળની બેઠક પ્રમુખ સતુભા ગોહિલની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં મંડળના સંગઠન તેમજ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જનરલ સેક્રેટરી ધર્મેન્દ્રસિંહ સોલંકી, કા.પ્રમુખ કનુભાઈ બારોટ, જયુભા જાડેજા, ઉપપ્રમુખ મણીભાઈ સોલંકી, મેહુલભાઈ ડોડીયા સહિત હોદ્દેદારો તથા મડળના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.