ભારતની પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ પહેલી વાર સ્ટેશન પર લેટ પહોંચી છે. હવે મોડુ થવાના કારણે મુસાફરોને વળતર આપવામાં આવશે શનિવારે આ ટ્રેન મોડી રાતથી બંને તરફ લેટ દોડી રહી હતી. આ દરમિયાન લખનઉથી દિલ્હી આવતી આ ટ્રેનમાં ૪૫૧ મુસાફરો હતા અને દિલ્હીથી લખનઉ જઇ રહેલી ટ્રેનમાં ૫૦૦ મુસાફરો હતા. તેજસ એક્સપ્રેસનું નવી દિલ્હી સ્ટેશન પહોંચવાનો સમય બપોરે ૧૨ઃ૨૫ છે. પરંતુ આ ટ્રેન બપોરે ૩.૪૦ વાગ્યે સ્ટેશન પર પહોંચી હતી. આ પછી રાત્રે આ ટ્રેન રાત્રે ૧૧.૪૦ વાગ્યે લખનઉ પહોંચી. જ્યારે તે રાત્રે ૧૦ઃ૦૫ વાગ્યે પહોંચની હતી.
હવે આ બધા મુસાફરો મોડુ થવાને કારણે વળતર રૂ. ૨૫૦ મળશે. આઈઆરસીટીસીના અધિકારીના જણાવ્યા અનુસાર આ ટ્રેનમાં મુસાફરી કરતા તમામ મુસાફરોના ફોન પર એક લિંક મોકલવામાં આવી છે. આ લિંક પર ક્લિક કરીને, મુસાફરો વળતરની રકમ ક્લેમ કરી શકે છે.
મુસાફરોને ટ્રેન મોડું થાય તો આંશિક રિફંડ એટલે કે આંશિક રિફંડ આપવામાં આવશે. જો ટ્રેન ૧ કલાકથી વધુ મોડી હોય તો મુસાફરોને ૧૦૦ રૂપિયા રિફંડ બે કલાકથી વધુ મોડું થાય તો ૨૫૦ રૂપિયાનું રિફંડ આપવામાં આવશે.