ખબર નહોતી ડ્રગ માફિયા ઇકબાલ મેમન-ઇકબાલ મિર્ચી એક જ વ્યક્તિ હતો

346

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ પટેલે મની લૉન્ડ્રિંગ કેસમાં ઇડીના અધિકારીઓની સામે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે.

પટેલે ઈડીના અધિકારીઓને જણાવ્યુ છે કે તેમને ખબર નહોતી કે ડ્રગ માફિયા ઈકબાલ મેમન અને ઈકબાલ મિર્ચી એક જ વ્યક્તિ હતો. ડ્રગ માફિયા મિર્ચી સાથે ડીલ એક સંબંધીએ કરી હતી. જેનું કેટલાક વર્ષ પહેલા મોત નીપજ્યુ હતુ.

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમ માટે કામ કરીને મેમન વિરૂદ્ધ ચાલી રહેલા મની લૉન્ડ્રિંગ કેસની તપાસના કેસમાં પટેલ સાથે શુક્રવારે ઈડીએ કલાક સુધી વાતચીત કરી હતી.

અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર ઈડી આ કેસની તપાસ મિલેનિયન ડિવેલપર્સ નામની કંપની, પટેલ પરિવાર અને મિર્ચીના પરિવાર વચ્ચે થયેલા કાનૂની સમાધાનને લઈને થઈ રહી છે. ઈડી હવે ફારૂક પટેલ નામના એક શખ્સની તપાસમાં છે. જેણે પટેલ અને મિર્ચીની વચ્ચે ડિલીંગ કરાઈ.

તપાસ એજન્સીઓ ફારૂકના વિશે જાણકારી મિર્ચીના સંબંધી મુખ્તાર પટકા સાથે પૂછપરછ દરમિયાન મળી. પટકા ભારતમાં મિર્ચીના જમીન સંબંધી કેસ જોતા હતા. પટેલે ઈડીની સામે ફારૂકને ઓળખતા હોવાની વાત સ્વીકાર કરી હતી.

Previous articleપહેલીવાર મોડી પડી તેજસ એક્સપ્રેસ, મુસાફરોને મળશે વળતર
Next articleમુંબઈમાં એર હોસ્ટેસના આંતર વસ્ત્રોમાંથી મળ્યું ૧ કરોડનું સોનું