કોઈ યુવતીને કોલગર્લ કહેવું એટલે આત્મહત્યા માટે પ્રેરણા આપવી તેવું નથીઃ સુપ્રીમ કોર્ટ

322

એક યુવકના માતા-પિતાએ તેની ગર્લફ્રેન્ડને કોલ ગર્લ કહેતા યુવતીને લાગી આવ્યું હતું અને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ છોકરીના માતા-પિતાએ છોકરા અને છોકરા પરિવાર પર પોતાની દીકરીને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ મુક્યો હતો અને કેસ દાખલ કરાવ્યો હતો. આ કેસમાં ૧૫ વર્ષ બાદ જ્યારે સુપ્રીમ કોર્ટમાં ચૂકાદો આવ્યો ત્યારે યુવક અને તેના પરિવારને રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોલ ગર્લ કહેવા માત્રથી આરોપીઓને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવીને દોષીત જાહેર ન કરી શકાય.

જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા અને જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીએ પોતાના ચુકાદામાં કહ્યું કે આત્મહત્યાનું કારણ અપમાનજનક ભાષાનો ઉપયોગ હતો તે માની શકાય નહીં. ગુસ્સામાં કહેવામાં આવેલ કોઈ શબ્દને જેના પરિણામ અંગે કંઈ વિચારવામાં જ આવ્યું ન હોય તેને કોઈ જાતની પ્રેરણા માની શકાય નહીં. આ માટે સુપ્રીમ કોર્ટના જજોએ આવા જ એક પતિ-પત્ની વચ્ચેના જૂના કેસનો ઉલ્લેખ કરીને તેના ચુકાદાને ટાંકીને આ ચુકાદો આપ્યો હતો.

આ કેસ વર્ષ ૨૦૦૪માં નોંધવામાં આવ્યો હતો. જ્યારે કોલકાતાની એક યુવતીને પોતાના અંગ્રેજીના સર સાથે જ પ્રેમ સંબંધ બંધાયો હતો અન બંને લગ્ન કરવા માગતા હતા. પરંતુ યુવકના માતા-પિતાએ આ સંબંધને નામંજૂર કરતા યુવતી પર પોતાના છોકરાને પ્રેમ જાળમાં ફસાવવાનો આરોપ મુકતા ખૂબ જ સંભળાવ્યું હતું અને તેને કોલગર્લ કહી હતી. તેમજ આ દરમિયાન પોતાના બોયફ્રેન્ડે એકપણ શબ્દ યુવતીની તરફેણમાં ન બોલતા યુવતી વધુ દુઃખી થઈ હતી અને તેને આત્મહત્યા કરી લીધી હતી. જેથી યુવતીના પરિવારે યુવક અને તેના પરિવાર વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રેરિત કરવાની ફરિયાદ કરી હતી.

Previous articleમુંબઈમાં એર હોસ્ટેસના આંતર વસ્ત્રોમાંથી મળ્યું ૧ કરોડનું સોનું
Next articleમુખ્યમંત્રી – સમરકંદ ગવર્નર વચ્ચે બેઠક યોજાઇ