મુંબઈમાં એર હોસ્ટેસના આંતર વસ્ત્રોમાંથી મળ્યું ૧ કરોડનું સોનું

343

મુંબઇ એરપોર્ટ પર એક એર હોસ્ટેસની સોનાની દાણચોરીમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી એર હોસ્ટેસ દુબઇથી મુંબઇ પહોંચી હતી. તેની બેગમાંથી લગભગ ચાર કિગ્રી સોનું મળી આવ્યું છે. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત એક કરોડ રૂપિયા છે. એર હોસ્ટેસે સોનાને બેગની અંદર આંતરવસ્ત્રોની વચ્ચે રાખ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, દુબઇથી એક ખાનગી વિમાન મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યું હતું. એર હોસ્ટેસ ગેરકાયદે રીતે સોનાને બેગમાં મૂકીને દાણચોરીનો પ્રયાસ કરી રહી હતી. જો કે શંકા જતા અધિકારીઓએ તેને પકડીને પૂછપરછ શરૂ કરી હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, બેગની તપાસ દરમિયાન આંતરવસ્ત્રોની અંદર સોનું મળી આવ્યું હતું. ત્યારબાદ અધિકારીઓએ એર હોસ્ટેસની ધરપકડ કરી હતી. પૂછપરછ આરોપીએ જણાવ્યું હતું કે, તેને આ કામ માટે દુબઇમાં એક વ્યક્તિએ ૬૦ હજાર રૂપિયા આપવાની વાત કરી હતી.

ત્યાં જ મુંબઇ એરપોર્ટના કાર્ગો ટર્મિનલથી ડાયરેક્ટર ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ લગભગ ૩૦ કિગ્રા સોનું અને ૬૦ કિગ્રા ચાંદી જપ્ત કરી છે. ડીઆરઆઇના અધિકારીઓના જણાવ્યા મુજબ, સોનું અને ચાંદી એરપોર્ટના કાર્ગો ટર્મિનલમાં સ્થિત એક કંપનીના કાર્યાલયમાંથી જપ્ત કરાયું છે.

Previous articleખબર નહોતી ડ્રગ માફિયા ઇકબાલ મેમન-ઇકબાલ મિર્ચી એક જ વ્યક્તિ હતો
Next articleકોઈ યુવતીને કોલગર્લ કહેવું એટલે આત્મહત્યા માટે પ્રેરણા આપવી તેવું નથીઃ સુપ્રીમ કોર્ટ