ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ બ્લડ બેન્ક, રોટરી કલબ ભાવનગર ગ્લોબલ તથા સહયોગી સંસ્થાઓના ઉપક્રમે ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર ટ્રાન્સફયુઝનના સહયોગથી રક્તદાન કેમ્પ, રકતદાતા અને કેમ્પ આયોજકો માટે મોટીવેશનલ વર્કશોપ તથા શતકવીર રકતદાતા સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
શહેરના શિવશક્તિ હોલ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમ ડો. ભદ્રાયુ વચ્છરાજાણી, ભાગ્યેશ જહાં, મેડિકલ કોલેજના ડિન ડો. હેમન્તકુમાર મહેતા, ડો. રાજેન્દ્ર કાલરીયા, ડો. ભરતભાઈ પંચાલ, રાજેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે રકતદાતાઓનું કેમ્પ આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં આમંત્રીતો, રકતદાતાઓ રકતદાન કેમ્પના આયોજક તથા વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો હાજર રહ્યા હતાં.