હવે વરૂણ અને આલિયાની જોડી ફરી એક સાથે દેખાશે

1069

સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હોવા છતાં ત્રીજા ભાગ પર પ્રાથમિક રીતે કામ શરૂ કરવામાં આવ્યુ છે.  ત્રીજા ભાગમાં હવે વરૂણ ધવન અને આલિયા ભટ્ટ કામ કરવા જઇ રહ્યા છે. આની તમામ તૈયારી શરૂ કરવામાં આવી છે. ફિલ્મની પટકથા પર કામ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. મુખ્ય કલાકારો માટે વરૂણ અને આલિયાની પસંદગી કરવામાં આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. આલિયા અને વરૂણે પોતે આ અંગેની જાહેરાત કરી દીધી છે. કલંક ફિલ્મના પ્રમોશન વેળા આલિયાએ આ મુજબની વાત કરી હતી. સ્ટુડન્ટ ઓફ ધ યર હવે ત્રીજો ભાગ પણ બનાવવામાં આવનાર છે.  બીજા ભાગમાં ટાગર શ્રોફ, અનન્યા પાન્ડે અને તારા સુતરિયાની મુખ્ય ભમિકા હતી. હવે ત્રીજા ભાગ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. બીજા બાગની પટકથા નબળી રહ્યા  બાદ ત્રીજા ભાગ પર કરણ જોહર વધારે મહેનત કરવા માટે ઇચ્છુક છે. તેની પાસે કેટલીક પટકથા અન્ય  પણ રહેલી છે. જેના પર કામ જારી છે. ફિલ્મને લઇને ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. કારણ કે પ્રથમ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. કરણ જોહરની સિક્વલ ફિલ્મનો સિલસિલો જારી રહ્યો છે. વરૂણ આલિયા  કલંક ફિલ્મમાં પણ એક સાથે નજેર પડ્યા હતા. હવે  કરણ જોહર તેમની મહત્વકાંક્ષી ફિલ્મના ત્રીજા ભાગમાં વરૂણ અને આલિયાને ફરી લેવાશે.  વરૂણ ધવન પણ હાલમાં ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. તેની કલંક ફિલ્મ ચાહકોને બિલકુલ પસંદ પડી ન હતી. મોટા બજેટ સાથે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. જેમાં સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપુરની પણ ભૂમિકા રહેલી હતી. હવે તેની પાસે હોમ પ્રોડક્શનની પણ ફિલ્મ છે.

Previous articleઇશા પાસે હાલમાં બે મોટી ફિલ્મ હાથમાં
Next articleશમ્મી કપુરે જીવનજ્યોતિ સાથે કેરિયર શરૂ કરી હતી