હાર્દિક પટેલ જનજાગૃતિ યાત્રા દ્વારા ગુજરાત પ્રવાસ કરશે

975
gandhi1932018-1.jpg

પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલ રાજ્યમાં ફરીથી પાટીદાર આંદોલનને વેગવંતુ બનાવવાના પ્રયાસમાં છે. ભાજપ સરકાર વિરુદ્ધ લોકોમાં જનજાગૃતિ લાવવાના પ્રયાસ તરીકે હાર્દિક પટેલ જગજાગૃતિ યાત્રાનો આરંભ કરશે. હાર્દિક પટેલ બે મહિના બાદ આ યાત્રાનો પ્રારંભ કરશે.હાર્દિકે ટિ્‌વટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, લોકોમાં સરકારની ખોટી નિતિઓ વિરુદ્ધ જનજાગૃતિ માટે જનજાગૃતિ યાત્રા શરૂ કરવામાં આવશે. યાત્રા બે મહિના બાદ શરૂ થશે. આ યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરશે. રાજ્યના તમામ ૨૬ જિલ્લાઓમાં આ યાત્રા નીકળશે. એક જિલ્લામાં ૧૮ દિવસ સુધી યાત્રા રોકાશે. રાજ્યના તમામ ગામમાં ખેડૂતોમાં જાગૃતિ લાવવા આ યાત્રા હાથ ધરાશે.

Previous articleપંચદેવ મંદિર ખાતે પાટોત્સવ અને લઘુરૂદ્રનું આયોજન કરાયુ
Next articleચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, બહુચરાજી શક્તિપીઠમાં ભક્તોનું ઘોડાપુર