અમદાવાદ શહેરના કેટલાક ટ્રાફિક સિગ્નલ પર છેલ્લા કેટલાક દિવસથી ગ્રીન અને રેડ સિગ્નલ એક સાથે ચાલુ હોવાના કારણે વાહનચાલકો મૂંઝવણમાં મુકાતા અનેક લોકોએ સોશિયલ મીડિયામાં આવા સિગ્નલના ફોટો પાડી અને શેર કરી ટ્રાફિક પોલીસને ફરિયાદ કરી હતી જેને લઈ ટ્રાફિક પોલીસે ખુલાસો કર્યો હતો કે, ટ્રાફિક સિગ્નલ પર એલઈડીના મેઇન્ટેન્સનું કામ ચાલતુ હોઈ બંને લાઈટ ચાલુ રાખી ચકાસણી કરવામાં આવી રહી છે.
જે સિગ્નલ પર મેઇન્ટેન્સની કામગીરી ચાલે છે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ઇ ચલણની કામગીરી બંધ રાખવામાં આવે છે. જેથી લોકોને રેડ ટ્રાફિક સિગલ ભંગની કે અન્ય ટ્રાફિક નિયમ ભંગ માટે ઇ મેમો આવશે તેની ચિંતા કરવાની જરૂર નથી, એવું ટ્રાફિક પોલીસ કમિશનરે જણાવ્યુ હતું.