બેચરાજી ખાતે આવેલા બહુચરાજી શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. બહુચરાજી શક્તિપીઠ ગુજરાતની લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંથી એક છે.
દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગુજરાતના વિવિધ ભાગોથી લોકો પૂજા-અર્ચના કરવા માટે આવે છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એ માતાજીના દર્શન કર્યા હતા.
મંદિરમાં માતાજીનું ઘટસ્થાપન કરાયું હતું. આ દરમિયાન ૭ દિવસ સુધી માતાજીનો હોમ હવન અને સ્તુતિથી આરાધના કરવામાં આવશે.ચૈત્રી મહોત્સવનો પ્રારંભ થતા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. મંદિરમાં જાણે કીડિયાળુ ઉભરાયુ હોય તેવી સ્થિતિ હતી. ભક્તોની ભીડથી મંદિરમાં પગ પણ ના મૂકી શકાય એટલી ભીડ જોવા મળી રહી હતી. આ અવસરે મંદિરના વહીવટદાર ભાર્ગવ પટેલે મંદિરમાં પૂજા અર્ચના કરી ઘટસ્થાપન કર્યું હતું.