બંગલામાં ચાલતી બર્થડે પાર્ટી પર રેડ, ૧૦ નબીરા દારૂ પીતા પકડાયા

389

રાજ્યમાં અવાર નવાર હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર દરોડાના અહેવાલ મળતા હોય છે, ત્યારે બાવળા-આદરોડા રોડ પર આવેલા કેન્સ વિલે બંગ્લોઝમાં બર્થ ડે પાર્ટી કરતા ૧૦ નબીરાની બાવળા પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનામાં કિંગ્સ વિલાના બંગલા નંબર ૧૦૦માં પોલીસની રેડ પડી હતી. જેમાં બંગ્લામાંથી દારૂની મહેફિલ માણતા ૧૦ નબીરાઓને ઝડપ્યા હતા, જ્યારે એક આરોપી ફરાર થયો છે.

આ ઘટનામાં પોલીસને ૬ મોંઘીદાટ કાર જપ્ત કરી છે. ઘટના સ્થળેથી પોલીસને રૂપિયા ૯૯.૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે ભાવિક પારેખ નામના વ્યક્તિએ એક બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસને અહીંથી ઘણાં નબીરાઓ મેચનો સટ્ટો રમાડતા હોવાનું સામે આવ્યું હતું. અગાઉ મુખ્ય આરોપી ભાવિક અગાઉ દારૂ અને જુગારના કેસમાં ઝડપાયો હતો.

પોલીસે ઝડપાયેલા નબીરાઓ અમદાવાદ અને રાજકોટના રહેવાસી છે. પોલીસે ૬ ગાડીઓ, મોબાઈલ ફોન, દારૂની બોટલો સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસે રૂ. ૯૯,૫૩,૬૪૫નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫ઈ, ૬૬(૧)બી. ૬૮, ૮૫(૧), ૮૪, ૮૧ મુજબ આરોપીઓની ધરપકડ કરી હતી.

ઝડપાયેલા નબીરાઓમાં ભાવિત ભરતભાઇ પારેખ, માધવ ભરતભાઇ તેરૈયા, જય રમણીકભાઇ પટેલ, હાર્દીક હરેશભાઇ જૈન, સવરીન શૈલેષભાઇ પટેલ, દિપ મહેશભાઇ પટેલ, કુશલ સુરેશભાઇ ઠક્કર, ધવલ ભર તકુમાર ગાંધી, માલવ ઉદયન નાણાવટી, ધવલ જયેશભાઇ ઠક્કરનો સમાવેશ થાય છે.

Previous articleમાતાજીની પૂજામાં સળગતા અંગારા ખાવાનાં ખેલનો વીડિયો વાયરલ
Next articleપેટાચૂંટણીને લઇ સલૂનના માલિકની અજબની સ્કીમ : ’વોટિગ કરો અને ફ્રી શેવિંગ કરો’