રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન થયું. ગુજરાતની ૬ બેઠકો પર યોજાઈ રહેલ પેટાચૂંટણીના મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. મતદાન વચ્ચે કેટલાક મતદારોનો અનોખો જુસ્સો જોવા મળ્યો. જેમાં ખાસ નજારો અમદાવાદની અમરાઈવાડી બેઠક પર જોવા મળ્યો હતો. અમદાવાદમાં અમરાઇવાડીની પેટાચૂંટણીમાં મતદાન જાગૃતિની અનોખી અપીલ કરતું ઉદાહરણ જોવા મળ્યું હતું. અમરાઇવાડીના એક યુવાન દ્વારા કરાયેલ મતદાન જાગૃતિ માટેના આ પ્રયાસને વખાણવામાં આવ્યો.
અમરાઈવાડી પોષ્ટ ઓફિસ સામે હુન્ડાઈ શો-રુમની બાજુના કોમ્પલેક્ષમા પહેલા માળે આવેલ હેરકટિગ સલુન વાળાએ મતદારોમાં જાગૃતિ આવે તે માટે તેમજ મતદાન વધે તેને લઈને જે મતદાન કરીને આવે અને આંગડીનુ નિશાન બતાવે તેમને મતદાનના દિવસે વિના મુલ્યે શેવિગ કરી આપવાની જાહેરાતનુ બોર્ડ લગાવ્યું હતું.
અમરાઈવાડીમાં મતદાન જાગૃતિ માટે આ અનોખી પહેલને જોઇ લો લોકો તેની વાહવાહી કરી રહ્યા છે. આ સલૂન અમરાઇવાડીમાં આવેલી છે. અને સલૂનના માલિકે આજે અજબ સ્કીમ રાખીને લોકોને ચોંકાવ્યા છે. માલિકે દુકાનની બહાર લગાવેલા બોર્ડમાં જણાવ્યું છે કે મતદાન કર્યાની સાબિતી આપો અને મફતમાં સેવિંગ કરો.