સાબરકાંઠાના અમદાવાદથી ધનસુરા સ્ટેટ હાઈવે પર સવારના અરસા દરમિયાન એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
બંને વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકો મોતને નિપજ્યાં હતાં. જ્યારે ત્રણ લોકો ઘાયલ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.તલોદના ડેરિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. પુરપાટ જતાં ટ્રકે કારને અડફેટે લેતા પતિ-પત્ની સહિત ૪ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ટ્રક ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી અને ઘટના બાદ તે નાસી છૂટ્યો હતો. મૃતકોમાં એક બાળકી પણ સામેલ છે. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ મૃતકોના મૃતદેહોને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.
ટ્રક ડ્રાઈવરે જીજે ૧૮એટી ૯૧૧૬ નંબરના ટ્રકને પૂરપાટ ઝડપે ચલાવી સામેથી આવતી હોન્ડા સિટી જીજે ૧ ક ૮૦૫૩ને ટક્કર મારી હતી. જેમાં અંદર બેઠેલા લીલાબેન નાનજીભાઈ પટેલ (ઉ.વ.૫૫), નાનજીભાઈ માવજીભાઈ પટેલ (ઉ.વ.૫૮), શારદાબેન ચંદુભાઈ પટેલ (ઉ.વ.૫૧) અને હની જીતેન્દ્ર પટેલ (ઉ.વય ૫)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રક ડ્રાઈવર અકસ્માત બાદ નાસી છૂટ્યો હતો તેને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.