મિટિંગ ફ્લોપ : બેંક યુનિયન આજે હડતાળ પર જશે, સર્વિસ ખોરવાશે

356

ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (એઆઈબીઈએ) અને બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં આશરે ૩૫૦૦૦૦ કર્મચારીઓ આવતીકાલે હડતાળ પાડનાર છે જેના પરિણામ સ્વરુપે બેંકિંગ ઓપરેશનને માઠી અસર થઇ શકે છે. આજે યોજાયેલી વાતચીત ફ્લોપ રહ્યા બાદ આવતીકાલે હડતાળ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૧૦ જાહેર ક્ષેત્રની બેંકોને ચાર બેંકોમાં ફેરવી દેવાના સરકારના નિર્ણય સામેના વિરોધમાં બેંક યુનિયનો આવતીકાલે હડતાળ પાડનાર છે. બેંક યુનિયનોએ આજે બોલાવવામાં આવેલી બેઠક સફળ ન રહેતા બેઠકને રદ કરીને હડતાળ ઉપર આગળ વધવાનો નિર્ણય કર્યો છે. ચીફ લેબર કમિશનર (સેન્ટ્રલ) દ્વારા વાતચીત માટે બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ આ વાતચીત નિષ્ફળ ગઇ હતી. શ્રમ મંત્રાલય દ્વારા વાતચીતના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હવે આ બેંક યુનિયનો હડતાળ ઉપર ઉતરશે. બે એસોસિએશન દ્વારા ૧૦ બેંકોને ચાર બેંકોમાં ફેરવી નાંખવાના સરકારના નિર્ણય સામે હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. છ મહત્વપૂર્ણ રાષ્ટ્રીયકૃત બેંકોને બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી ચુક્યો છે. એઆઈબીટીએના જનરલ સેક્ટરી વેંકટચલમે આજે કહ્યું હતું કે, શ્રમ મંત્રાલયમાં ચીફ લેબર કમિશનર દ્વારા નવી દિલ્હીમાં સંયુક્ત ચર્ચા બાદ સમાધાન બેઠક યોજી હતી.

બેઠકમાં ફાઈનાન્સિયલ સર્વિસના અધિકારીઓ, નાણામંત્રાલયના અધિકારીઓ, બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. હડતાળ પર નહીં જવાની અપીલ કરવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણી તરફ ધ્યાન આપવામાં ન આવતા હડતાળ સાથે આગળ વધવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વેંકટચલમે કહ્યું હતું કે, આ બેઠકમાં કોઇપણ હકારાત્મક પરિણામ ન મળતા હડતાળ પાડવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતુ કે, હડતાળમાં જોડાવવા તમામ યુનિયનો અને દેશભરના સભ્યોને અપીલ કરવામાં આવી છે. ૨૨મી ઓક્ટોબરના દિવસની હડતાળને ઉલ્લેખનીય સફળતા મળી શકે છે. બીજી બાજુ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન અને ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસે હડતાળને ટેકો આપવાની જાહેરાત કરી છે જેથી બેંકિંગ સેવાને માઠી અસર થશે.

Previous articleસંસદનું શિયાળુ સત્ર ૧૮ નવે.થી ૧૩ ડિસે. સુધી ચાલશે
Next articleઆતંકવાદીના કેમ્પોને ફૂંકી મારવામાં આવશે : મલિક