આગામી નવરાત્રિને લઈને માતાજીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગરથી માતાજીના મંદિરે દર્શન કરવા યાત્રા સંઘો જઈ રહ્યાં છે. જેમાં શહેરના સિંધુનગર, ઘોઘારીનગર ખાતેથી ક્ષત્રિય ગ્રુપના યુવાનો ભાવનગરથી માતાના મઢ (કચ્છ) જવા બાઈક લઈને રવાના થયા હતા. જ્યારે કાળીયાબીડ, આશાપુરા માતાજીના મંદિરેથી બાપા સીતારામ ગ્રુપના યુવાનો પણ ભાવનગરથી માતાના મઢ જવા રવાના થયા હતા.