રાજુલાના ભચાદર ગામે નવરંગો માંડવો યોજાશે

1343
guj1932018-1.jpg

રાજુલા તાલુકાના ભચાદર ગામે જુના પાદરવાળા ભુતડા દાદા તેમજ શિકોતર માતાજીનો નવરંગો ર૪ કલાકનો માંડવો યોજાશે. તા.ર૭-૩-ર૦૧૮ના રોજ સમસ્ત ગામ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
રાજુલા તાલુકાના ભચાદર ગામે જુના પાદરવાળા, ભુતડાદાદા તેમજ શિકોતર માતાજીનો ર૪ કલાકનો નવરંગો માંડવો યોજાશે. તા.ર૭-૩-ર૦૧૮ના રોજ ગામ સમસ્ત આયોજન તેમાં ગામ સરપંચ તખુભાઈ ચાવડા, હનુભાઈ કળકન, તખુભાઈ લયા ઉપસરપંચ, આલકુભાઈ કળકન, પ્રતાપભાઈ ધાખડા દ્વારા આજથી તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે તેમજ ચૈત્રી નવરાત્રિ હિન્દુ સમાજનું મોટામાં મોટુ દેવી ઉપાસના કરવા માટેનું અતિ ધાર્મિક મહાપર્વ ગણાય છે. ગામની સુખાકારી અને સૌ ભાઈઓ મળી ભાઈચારાથી ગામનો ધાર્મિક તથા આર્થિક વિકાસ થાય તે સારૂ આ જબરદસ્ત આયોજન કરેલ છે. બાબરીયાવાડની સર્વ ધર્મ પ્રેમી જનતાને નવરંગા માંડવાના રાવળદેવ નાગજીભાઈ રહેશે. જે ધાર્મિક ચૈત્રી નવરાત્રિમાં પૂર્ણ થતા જ આ નવરંગ માંડવાનું આયોજન કરેલ છે. જેનો લાભ લેવા બાબરીયાવાડની ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

Previous articleપેથાપુરને બીજું ‘પીરાણા’ નહિં બનવા દઇએ : નગરજનોએ ઠાલવેલો રોષ
Next articleજીવલેણ હુમલાના ગુન્હામાં ફરાર ઢસાનો શખ્સ ઝડપાયો