ખંડણીની ફરિયાદ બાબતે રાત્રે શિશુવિહાર સર્કલ પાસે હુમલો

522

શહેરના શિશુવિહાર સર્કલ પાસે શિપબ્રેકીંગના ધંધાના મેમણ વેપારી આસીફભાઈ ફતાની સાથે આજે રાત્રીના ખંડણી બાબતે હિચકારો હુમલો કરાતા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. બી.ડીવીઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના શિશુવીહાર સર્કલ પાસે આજે રાત્રીના અફજલ નામના આરોપીએ શિપબ્રેકીંગના મેમણ વેપારી આસીફભાઈ ફતાની સાથે અગાઉની કોઈ જુની અદાવત બાબતે છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામ્‌ હતી.

આ પ્રકરણે તપાસ કરનાર બી.ડીવીઝનના પી.એસ.આઈ. એ.પી.સલૈયાએ જણાવ્યું હતું કે તેઓને હાથે પગે અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજા થતા શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આરીફભાઈએ અગાઉ આરોપી વિરૂદ્ધ ખંડણીની ફરિયાદ કરી હોઈ જેની દાઝ રાખી આરોપીએ હુમલો કર્યાનું ફરિયાદી સાથે વાતચીતમાં જાણવા મળેલ છે.

Previous articleઘોઘા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસ્ત ફરતો આરોપીને ઝડપી લેતી એલસીબી
Next articleસીઆઈએસએફ યુનિટ દ્વારા શહિદ સપ્તાહની ઉજવણી