ગેણશગઢના પાટીયા પાસેથી ૩૪,પ૦૦ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપતી પોલીસ

736

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ ભાવનગર રેન્જનાઓ એ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અઘિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્રારા પ્રોહિ ડ્રાઈવ અન્વયે ઇનચાજઁ નાયબ પોલીસ અઘિક્ષક સૈયદની સુચના મુજબ ગારીયાઘાર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ કે.એચ.ચૈાઘરી નાઓ ગારીયાઘાર પોલીસ સ્ટેશનના સ્ટાફનાઓ સાથે પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન ગણેશગઢ ગામે પાસે પહોંચતા સાથેના હેડ કોન્સ ટી.જે.સરવૈયા નાઓને બાતમી રાહે હકિકત મળેલ કે હાદીકભાઇ દુલાભાઇ પરમાર રહે-ગારીયાધાર વાળો પોતાના કબજા ભોગવટા વાળી ગણેશગઢ ગામે આવેલ વાડી એ શેઢા ના પાળા મા દારૂ રાખેલ છે.તેવી હકિકત મળતા સદરહુ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની પાટી સ્પેશયલ  વ્હીસ્કીની કાચની બોટલ સીલપેક ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ ૧૧૫ જે એક બોટલની કિ.રૂ. ૩૦૦/ લેખે  ૧૧૫ બોટલની કિ.રૂ૩૪૫૦૦/- ગણી પંચનામાની વીગતે તપાસ અર્થે કબજે કરેલ છે.

તો મજકુર  હાદીકભાઇ દુલાભાઇ પરમાર રહે-ગારીયાધાર વાળો પોતાના કબજા ભોગવટા વાળી ગણેશગઢ ગામે આવેલ વાડી એ શેઢા ના પાળા મા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ.૧૧૫  કિ.રૂ.૩૪૫૦૦/- નો મુદામાલ રાખેલ હોય તો તેના વિરૂઘ્ઘમા ગારીયાઘાર પો.સ્ટે પ્રોહિ એકટ ૬૫ ,ઇ,૧૧૬(બી) મુજબનો ગુન્હો રજી.કરેલ છે.

Previous articleસીઆઈએસએફ યુનિટ દ્વારા શહિદ સપ્તાહની ઉજવણી
Next articleભાવનગર પોલીસ પરિવાર દ્વારા શહિદ દિન નિમિત્તે લોકડાયરો યોજાયો