ઢસા ગામે રહેતા શખ્સે તેની પત્ની પર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ ઢસા પોલીસ મથકમાં નોંધાતા જે ગુન્હામાં ફરાર શખ્સને બોટાદ એલસીબી ટીમે ઢસા ગામેથી ઝડપી લીધો હતો.
બોટાદ એલસીબીના પો.ઈન્સ. એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના હે.કો. ભગવાનભાઈ ખાંભલા, પો.કો. ક્રીપાલસિંહ ઝાલા, પો.કો. રાકેશભાઈ ખેર વિગેરે સ્ટાફના માણસો ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો. રાકેશભાઈ ખેરને મળેલ બાતમી હકીકત આધારે ઢસા પોલીસ સ્ટેશનના ઈ.પી.કો. કલમ ૩૦૭, જી.પી.એક્ટ કલમ ૧૩પ મુજબના ગુન્હાના કામના આરોપી કિશોરભાઈ નાનજીભાઈ જાદવએ પોતાની પત્ની માયાબેન ઉપર પેચીયુ (ડીસમીસ) તથા ફુટેલ કાચની સોડા બાટલી વડે જીવલેણ હુમલો કરી શરીરે ગંભીર ઈજાઓ કરી જાનથી મારી નાખવાની કોશિષ કરી ડી.એમ. બોટાદના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જે ગુન્હાના કામે આજદિન સુધી ભાગતો ફરતો આરોપી કિશોરભાઈ નાનજીભાઈ જાદવ (કોળી) રહે.ઢસા ગામ રામાપીરનગર, તા.ગઢડા, જિ.બોટાદવાળાને ઢસા ગામ નર્સરીમાં, બાપા સીતારામ મઢુલી સામેથી પકડી સીઆરપીસી ક.૪૧ (૧) આઈ મુજબ અટક કરી ઢસા પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસરની કાર્યવાહી કરેલ.