દ ડાર્ક વર્લ્ડની લોકપ્રિય અભિનેત્રી નતાલી પોર્ટમેને મારવલ મુવીને લઇને ચાલી રહેલી ટિકા વચ્ચે હવે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેનું કહેવું છે કે, દરેક પ્રકારની ફિલ્મોનું નિર્માણ કરી શકાય છે. કોઇપણ પ્રકારની ફિલ્મ નહીં બનાવવા માટે કોઇ કારણ રહેલા નથી. કલાને તૈયાર કરવા માટે કોઇ એક ખાસ પ્રકારનો રસ્તો નથી. નતાલી પોર્ટમેન વર્ષ ૨૦૨૧માં રજૂ થઇ રહેલી મારવલ સિનેમેટિક યુનિવર્સમાં વાપસી કરવા જઈ રહી છે. થોર લવ એન્ડ થન્ડર નામની આ ફિલ્મમાં તે જૈન ફોસ્ટર તરીકેની ભૂમિકામાં વાપસી કરવા જઈ રહી છે. તેનું કહેવું છે કે, કોમેક બુક ઉપર આધારિત આ ફિલ્મનું નિર્માણ થઇ રહ્યું છે. આ ફિલ્મમાં ડે ટુ ડે જીવનના સંદર્ભમાં માહિતી આપવામાં આવશે. લોકો કઈરીતે લાઇફ ગાળે છે અને સંઘર્ષ કરે તેના પર આધારિત આ ફિલ્મ બની રહી છે. લોકોને આ ફિલ્મ મનોરંજન કરાવશે.
આ મહિનાની શરૂઆતમાં એમ્પાયર મેગેઝિન સાથેની વાતચીતમાં માર્ટિન સ્કોર્સ અને ફ્રાન્સિસ ફોર્ડ તરફથી ફિલ્મને લઇને ટિકાટિપ્પણી કરવામાં આવી હતી. પોર્ટમેનનું કહેવું છે કે, મારવલ ફિલ્મ સિરિઝ ખુબ લોકપ્રિય થઇ છે કારણ કે આ ફિલ્મો મનોરંજન આપી રહી છે.
રિયલ લાઇફમાં હાર્ડશીપનો સામનો કરતા લોકો માટે આ ફિલ્મ ખાસ રહેશે. ગોડફાધર નામની ફિલ્મના કારણે ચર્ચામાં રહેલા નિર્માતા ફોર્ડે હાલમાં જ કહ્યું હતું કે, મારવલ ફિલ્મોને કોઇપણ પ્રકારથી સિનેમા તરીકે ગણી શકાય નહીં. આ ઉપરાંત માર્ટિન સ્કોર્સ દ્વારા પણ નિંદા કરવામાં આવી હતી. નતાલી પોર્ટમેન ફિલ્મને લઇને ખુબ આશાવાદી છે. તેનું કહેવું છે કે, દરેક પડકારની ફિલ્મો માટે રુમ છે. હોલીવુડ રિપોર્ટરે પોર્ટમેનને ટાંકીને આ મુજબની વાત કરી છે.