હાલમાં સેક્સને લઇને આપવામા ંઆવેલા એક નિવેદનના કારણે ભારે ચર્ચા જગાવી ચુકેલી અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝ હવે પોતાના બિકીનીના ફોટોના કારણે ભારે ચર્ચામાં છે. તે હવે સોશિયલ મિડિયા પર ચર્ચા જગાવી રહી છે. ઇલિયાના દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવો ફોટો શેયર કરીને ચાહકોને રોમાંચિત કર્યા છે. આ ફોટોમાં તે બ્લેક બિકીનીમાં નજરે પડી રહી છે. જેમાં તે ખુબ હોટ પણ નજરે પડી રહી છે. આ ફોટોમાં તે ગ્લાસ વિન્ડોની પાસે ઉભેલી નજરે પડી રહી છે. સાથે સાથે બહારના નજારાને નિહાળી રહી છે. ફેન્સને ઇલિયાનાનો અંદાજ ખુબ જ પસંદ પડી ગયો છે. ચાહકોએ આની ભારે પ્રશંસા કરી છે. ચાહકો દ્વારા તેના લુકની સાથે સાથે તેની ફિટનેસની પણ પ્રશંસા કરી છે. ઇલિયાના હિન્દી ફિલ્મોની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મમાં ધુમ મચાવી ચુકી છે. તે ઇલિયાના હાલમાં કેટલીક યાદગાર ફિલ્મ કરી ચુકી છે. ઇલિયાનાએ પોતાની કેરિયરની શરૂઆત હિન્દી ફિલ્મોમાં બરફી મારફતે કરી હતી. જેમાં તેની સાથે રણબીર કપુરની ભૂમિકા હતી. જો કે તે હિન્દી કરતા દક્ષિણ ભારતની ફિલ્મોમાં વધારે સફળ રહી છે. તેની પાસે સતત સારી ફિલ્મ આવી રહી છે. હાલમાં તેની પાસે જે ફિલ્મ છે તેમાં અભિષેકની સાથે સાથે ઇલિયાનાને લેવામાં આવી છે. તેની પાસે અન્ય કેટલીક કોમેડી ફિલ્મો પણ છે. જે સફળ રહી શકે છે. હિન્દી ફિલ્મોમાં તે અજય દેવગનની સાથે હાલમાં ત્રણ ફિલ્મોમાં નજરે પડી હતી. જેમાં બાદશાહો, રેડનો સમાવેશ થાય છે. સોશિયલ મિડિયા પર ઇલિયાના હમેંશા તેના ચાહકોમાં ચર્ચા જગાવે છે. હવે તે ફરી એકવાર ફિલ્મોમાં જોરદાર રીતે સક્રિય થઇ ગઇ છે.