ચોરી કરેલ પાંચ મોટરસાયકલ સાથે ગઢડાના તતાણા ગામનો શખ્સ ઝડપાયો

723
bvn1932018-1.jpg

એલ.સી.બી.ના પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના એ.અસ.આઇ. ડી.એમ.ત્રીવેદી, હે.કો. બળભદ્રસિંહ ગોહીલ, પો.કો. મયુરસિંહ ડોડીયા, પો.કો. અશોકભાઇ બાવળીયા, હે.કો. પ્રવિણસિંહ પરઘવી, હે.કો. આરીફભાઇ ઝાખરા વિગેરે એલ.સી.બી. સ્ટાફના માણસો ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉગામેડી ગામે પીપળીયા ચોક પાસે પેટ્રોલીંગમાં વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન એક ઇસમ મોટર સાયકલ લઇને આવતો હોય જે મોટર સાયકલ વાળાને રોકી તેનુ નામ પુછતા શૈલેષભાઇ ઉર્ફે કાળુ ઉર્ફે ખારવો જીવરાજભાઇ ડાભી રહે.તતાણા તા.ગઢડા જી.બોટાદ વાળો હોવાનુ જણાવતા મો.સા. ના કાગળો માંગતા કાગળો નહી હોવાનુ જણાવતો હોય, જેથી ચોરી અગર છળકપટથી મેળવેલાનુ જણાઇ આવતા વધુ પુછપરછ કરતા બજાજ ડીસ્કવર મો.સા. આશરે પંદરેક દિવસ પહેલા તારાપુર મહિયારી ગામે રોડ ઉપરથી ચોરેલાની કબુલાત કરતો હોય જે કબ્જે લઇ વધુ પુછપરછ કરતા વધુ બીજા ૦૩ મોટર સાયકલો અલગ અલગ જગ્યાએથી ચોરીને તતાણા ગામે પોતાની વાડી પાસે છુપાવીને રાખતો હોય જેથી વાડી પાસે ચેક કરતા ત્રણ મોટર સાયકલો મળી આવેલ હોય જેમાં હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાબતે પુછતા પંદરેક દીવસ પહેલા ભાવનગર રામમંત્ર મંદીર પાસેથી ચોરેલાની કબુલાત કરેલ બજાજ ડીસ્કવર મો.સા. એકાદ મહીના પહેલા ખંભાત લાલદરવાજાથી ચોરેલા તથા મહીન્દ્રા ડ્‌યુરા કંપનીનુ વડોદરા ખાતે સુરત બાયપાસ નાળીયેરના ઝાડ વાળા રોડ ઉપરથી ચોરેલાની કબુલાત કરેલ છે. 
આમ કુલ ૦૪ ગાડીઓ તેના કબ્?જામાંથી મેળવી આ ઇસમે ચોરી અગર છળકપટથી મેળવેલાનુ જણાઇ આવતા ચારેય મોટર સાયકલોની કુલ કિ.રૂ.૬૫,૦૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ તેમજ મજકુરની અંગજડતીમાંથી સુરત શહેર ટ્રાફીક પોલીસે આપેલ મેમાની નકલ મળી આવેલ જે બાબતે પુછતા મો.સા. બોટાદ હિફલી મહાજનની વાડીમાંથી ચોરેલ અને સુરત ગયેલ ત્યા ટ્રાફીક પોલીસે મેમો આપી કબ્જે કરેલ. જેથી કુલ-૦૫ મોટરસાયકલ ચોરીના ગુન્હામાં શૈલેષભાઇ ઉર્ફે કાળુ ઉર્ફે ખારવો જીવરાજભાઇ ડાભીને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Previous articleજીવલેણ હુમલાના ગુન્હામાં ફરાર ઢસાનો શખ્સ ઝડપાયો
Next articleદામનગરના ધ્રુફણીયા ગામે શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા