JSK-લદ્દાખના સરકારી કર્મીઓને દિવાળી ભેટઃ સાતમા પગાર પંચને મંજૂરી અપાઇ

385

દિવાળી પહેલા કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના સરકારી કર્મચારીઓને ગીફટ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે કલમ ૩૭૦ હટાવ્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના સરકારી કર્મચારીઓને ૭મા કેન્દ્રીય વેતન આયોગ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ૩૧ ઓક્ટોબર, ૨૦૧૯થી અમલમાં આવશે.

કેન્દ્ર સરકારની આ જાહેરાતથી જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના ૪.૫ લાખ કર્મચારીઓને ફાયદો થશે. કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ આ કર્મચારીઓના બાળકોના ભણતર એલાઉન્સ, હોસ્ટેલ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ન્‌ઝ્ર, ફિક્સ્ડ એલાઉન્સ જેવા ભથ્થા મળવા પાત્ર બનશે. ૪.૫ લાખ સરકારી કર્મચારીઓને મળવાપાત્ર લાભના કારણે કેન્દ્ર સરકાર પર ૪૮૦૦ કરોડ વાર્ષિક બોજ વધશે.

ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરના પૂનર્ગઠન વિધેયક પસાર થયા બાદ પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ ૮ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ રાષ્ટ્રજોગ સંદેશમાં કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના સરકારી કર્મચારીઓને અન્ય રાજ્યની જેમ ૭મા વેતન આયોગનો લાભ સાથે મળતી બધી પ્રકારની સુવિધા આપવાનું આશ્વાસન આપ્યું હતું.

જેના આધાર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના દરેક સરકારી કર્મચારીને ૭મા વેતન આયોગની ભલામણના પ્રસ્તાવની મંજૂરી સાતે ગૃહ મંત્રાલયને આને લઇને સંબંધિત આદેશ જારી કરી દીધો છે.

Previous articleબાંગ્લાદેશ સામેની સીરિઝ શિડ્યુલ પ્રમાણે આગળ વધશે : સૌરવ ગાંગુલી
Next articleકમલેશ હત્યા કેસ : પોલીસે આરોપીના ફોટો જારી કર્યા