તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૩૩૫ પોઇન્ટ ઘટ્યો : ભારે અફડાતફડી

316

શેરબજારમાં આજે તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. આઈટી સર્વિસની મહાકાય કંપની ઇન્ફોસીસમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી. આ ઉપરાંત અન્ય શેરોમાં પણ વેચવાલી રહેતા કારોબારના અંતે સેંસેક્સમાં ઘટાડો રહ્યો હતો. બીએસઈ સેંસેક્સ આજે ૩૩૫ પોઇન્ટ ઘટીને ૩૮૯૬૪ની નીચી સપાટીએ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં આજે ત્રણ ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો જ્યારે ઇન્ફોસીસના શેરમાં છ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. બીએસઈ સેંસેક્સની ૩૦ કંપનીઓ પૈકીની ૧૫ કંપનીઓના શેરમાં ઘટાડો રહ્યો હતો જ્યારે બાકીના ૧૫ શેરમાં તેજી રહી હતી.  ઇન્ડેક્સમાં આજે કારોબાર દરમિયાન ૩૯૪૨૬ અને ૩૮૯૨૫ની ક્રમશઃ ઉંચી અને નીચી સપાટી જોવા મળી હતી. ઇન્ફોસીસ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસીના શેરમાં મોટો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૩ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી સપાટી નીચલા સ્તર પર રહી હતી. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં આજે ૧૪૪૦૭ની નીચી સપાટીએ રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૬૪ પોઇન્ટનો સુધારો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૩૧૯૦ રહી હતી. બ્રોડર નિફ્ટી ૭૨ પોઇન્ટ ઘટીને ૧૧૫૯૦ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ મોરચે આઈટીના શેરમાં અફડાતફડી રહી હતી. મિડિયા, મેટલ, ઓટો કાઉન્ટરમાં સારી સ્થિતિ રહી હતી. ફાર્માના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૭૭૫૮ રહી હતી. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૩૫૨ રહી હતી. કેટલાક શેરમાં ૧૮ ટકા સુધીનો ઉછાળો આજે કારોબાર દરમિયાન રહ્યો હતો. શેરબજારમાં સોમવારના દિવસે મહારાષ્ટ્રમાં મતદાન હોવાના કારણે રજા રહી હતી. ડીએલએફના શેરમાં સતત સાતમાં દિવસે તેજી રહી હતી. શેરબજારમાં ચૂંટણી પરિણામોની સીધી અસર રહી શકે છે. એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, આઈસી આઈસીઆઈ બેંક સહિતની મોટી બેંકો દ્વારા આ સપ્તાહમાં ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. આ ઉપરાંત જસ્ટડાયલ, મહારાષ્ટ્ર સ્કુટર્સ, પીરામલ એન્ટરપ્રાઇઝ, બજાજ ફાઈનાન્સ, અરવિંદ ફેશન, બજાજ ઓટો, કેસ્ટ્રોલ, એચસીએલ, હિરો મોટો, બંધન બેંક દ્વારા તેમના પરિણામો જાહેર કરવામાં આવનાર છે. તાતા મોટર્સ દ્વારા પણ મહત્વના ત્રિમાસિક ગાળાના આંકડા જારી કરવામાં આવનાર છે. આ સપ્તાહમાં માઇક્રો ડેટા પણ જારી કરવામાં આવનાર છે જેમાં લોનના આંકડા, ડિપોઝિટ ગ્રોથના આંકડા, ફોરેન એક્સચેંજના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. ૨૫મી ઓક્ટોબરના દિવસે આ તમામ આંકડા જારી કરાશે. બેંક લોન ગ્રોથનો આંકડો અગાઉ ૮.૮ ટકા અને ડિપોઝિટનો આંકડો ૯.૪ ટકા રહ્યો હતો. વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર મહિનામાં હજુ સુધી મૂડી માર્કેટમાં ૫૦૭૨ કરોડ રૂપિયાની રકમ ઠાલવી છે. સ્થાનિક માંગને વધારવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વચ્ચે આ જંગી રકમ ઠાલવવામાં આવી છે. આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૪૯૭૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૧૦૨ કરોડ રૂપિયાની રકમ ઠાલવી છે. આની સાથે જ નેટ રોકાણનો આંકડો ૫૦૭૨ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. મહિનામાં મૂડી માર્કેટમાં ૬૫૫૭.૮ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.

Previous articleઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૫૩,૪૫૧ કરોડનો ઘટાડો
Next article૧૧ સાયકલની ચોરી કરનાર લબરમૂછિયાને SOG ટીમે ઝડપી પાડયો