વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસીસ પાસે પાર્ક કરેલી સ્પોર્ટસ સાયકલોની ઉઠાંતરી કરનાર લબરમૂછિયાને એસઓજી ટીમે ઝડપી પાડયો છે.ન્યુ વીઆઇપી રોડના ખોડીયાર નગર પાસે સ્પોટ્ર્સ સાયકલ સાથે એસ.ઓ.જી.નાએ એસ આઈ શાંતિલાલ, કમાલુદ્દીન સ્ટાફના માણસોએ વચનારામ ઉર્ફે વિષ્ણુ રબારી નામના એક લબરમૂછિયાને ઝડપી પાડયો હતો. પોલીસની તપાસમાં યુવકે આજવા રોડ વિસ્તારના ટ્યુશન ક્લાસ પાસેથી સાયકલ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસની તપાસમાં સાયકલ ચોર પાસે કુલ ૧૧ સ્પોર્ટસ સાઇકલ મળી આવી હતી. સાયકલ ઉઠાવગીરે ચોરેલી સાયકલો સયાજી પુરાના એપીએમસી પાસે ખુલ્લામાં મૂકી હોઈ પોલીસે તમામ સાઇકલ કબજે કરી હતી.
સાયકલ ચોરે કબૂલ્યું હતું કે, તે આજવા રોડ અને વાઘોડિયા રોડના ખાનગી ટ્યુશન ક્લાસ પાસે વોચ રાખતો હતો અને જે વિદ્યાર્થીઓ મોડા આવતા હતા. તેઓ લોક માર્યા વગર સાયકલ મૂકી જતા હોવાથી તેમની સાયકલોની ઉઠાંતરી કરતો હતો.