રાજકીય રીતે હાંસિયામાં ધકેલાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટિનો વિરોધ કરે છેઃ વસાવા

466

સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસના નામે આદિવાસીઓને અન્યાય થયો હોવાનું જણાવીને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા.

આ આક્ષેપનો જવાબ રાજ્ય સરકારના વન મંત્રી અને આદિવાસી નેતા ગણપત વસાવાએ સુરતમાં આપ્યો હતો. રાજકીય રીતે હાંસિયામાં ધકેલાયેલા લોકો સ્થાનિકોના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરી રહ્યાં છે. સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ સ્થાનિક આદિવાસીઓને સાથે રાખીને કરી રહી હોવાનું તેઓએ જણાવ્યુ હતું.

સુરતના સર્કીટ હાઉસ ખાતે યોજાયેલા પત્રકાર પરિષદમાં વન મંત્રી ગણપત વસાવાએ કહ્યું હતું કે, માત્ર ૧૧ મસના ગાળામાં ગુજરાતનું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું આકર્ષણ બની ગયું છે.

આટલા દિવસોમાં ૨૩ લાખ જેટલા મુલાકાતી આવ્યા છે. તેઓએ કોઈનું પણ નામ લીધા વિના અમદાવાદમાં પુર્વ મુખ્યમંત્રીનો ઉલ્લેખ કરીને અમદાવાદમાં પત્રકાર પરિષદ કરીને  નર્મદા યોજનાનો વિરોધ થઈ રહ્યો હોવાનું જણાવ્યુ હતું. તેઓએ કહ્યું હતુ કે, કેટલાક લોકો રાજકીય રીતે હાંસીયામાં ધકેલાયા છે. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે ખોટા આક્ષેપ કરી રહ્યાં છે. જોકે, ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ દબાણ ખસેડવાના મુદ્દે અધિકારીઓની માનસિકતા અંગ્રેજ સરકાર જેવી છે. તે કહ્યું હતું તેનો જવાબ તેઓ આપી સક્યા ન હતા. તે આ નિવેદનને વસાવાના અંગત મત સાથે ગણાવીને વાત ટાળી દીધી હતી.

Previous articleIAS ગૌરવ દહિયાનો સસ્પેન્શન ઓર્ડર ૩ મહિના લંબાવાયો
Next articleસ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીન ગુમાવનારાઓને રોજગારી ન મળતા પૂર્વ મુખ્યપ્રધાન મેદાનમાં