મિઠાઈ-ફરસાણમાં વપરાતા કુકિંગ ઓઈલની વિગત નોટિસ બોર્ડ પર લગાવવી પડશે

369

દિવાળીના તહેવારો દરમિયાન મિઠાઈ અને ફરસાણાના વેપારીઓ માટે એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેથી વેપારીઓએ મિઠાઈ અને ફરસાણમાં વપરાતાં કુકિંગ ઓઈલની વિગત નોટિસ બોર્ડ પર લગાવવી પડશે. વેપારીઓએ વારંવાર ખાદ્ય તેલનો ઉપયોગ નહીં કરી શકે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રે એક માર્ગદર્શિકા જારી કરી છે. વેપારીઓએ ખાદ્ય તેલનો પ્રકાર વનસ્પતિ અથવા અન્ય ફેટ સહિતની માહિતી ગ્રાહકો જોઈ શકે તે પ્રકારથી પ્રદર્શિત કરવાની રહેશે. દૂધની તૈયાર થયેલી વસ્તુઓ માટે પેક અથવા લૂઝ મિઠાઈમાં બેસ્ટ બિફોર અને યુઝ્‌ડ બાય ડેટ ચોક્કસપણે લખવાની રહેશે. માંડવા અથવા શામિયાણું નાખી વેચાણ કરતા વેપારીઓએ પણ એફએસએસએઆઈનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે.

Previous articleરેલવે સ્ટેશન પર કામ કરતા સફાઈ કામદારોને દૈનિક પગારથી ઓછા નાણાં ચૂકવાતા હોબાળો
Next articleડી-માર્ટની બદામમાંથી જીવાત નીકળતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો