બે દિવસ પૂર્વે થયેલા લૂંટ વીથ મર્ડર કેસમાં પોલીસે બેને ઝડપ્યા

656

ગત ૨૦મી ઑક્ટોબરે મૃત્યુ પામેલ જાવેદ રંગરેજ તેના મિત્ર મુબીનની કરિયાણાની દુકાન પાસે ઉભો હતો, તે દરમિયાન આ બંન્ને આરોપીઓ ત્યાં આવ્યા હતાં અને ’તેરે પાસ જો હે વો દે દે’ કહીને શોએબે જાવેદને પકડ્યો હતો. દરમિયાન શાહરુખે તેને છરીનો ઘા મારીને જાવેદના ખીસ્સામાંથી રૂપીયા સાડા ત્રણસો કાઢી લીધા હતાં. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી તેઓને તાત્કાલિક પકડવા માટે વટવા પોલીસએ અલગ અલગ ટીમો બનાવીને આરોપીને શોધવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન આરોપીઓ અજમેર તરફ નાસી જવાના હોવાની બાતમી મળતા જ પોલીસએ બંન્ને આરોપીઓને ગેબનશાહ પીર કેનાલ પાસેથી જ ઝડપી લીધા છે.

હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્થ થયેલ જાવેદ રંગરેજને તેના પરિવારજનો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પકડાયેલ બંન્ને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. શોએબની વિરુદ્ધમાં ઇસનપુર, ગાયકવાડ, વટવા અને રખિયાલ પોલીસ મથક જ્યારે શાહરુખની વિરુદ્ધમાં વટવા પોલીસ સ્ટેશનમાં અનેક ગુના દાખલ થયેલ છે. હાલમાં પોલીસએ આ બંન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Previous articleડી-માર્ટની બદામમાંથી જીવાત નીકળતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો
Next articleપત્ની પર આડા સંબંધની શંકા રાખી પતિનો હાથની નસ કાપી આપઘાનો પ્રયાસ