બોટાદના પાળીયાદ ગામે ખીજડાવાળા ચોક પાસેના રહેણાંકી મકાનમાં બોટાદ એલસીબી ટીમે પૂર્વ બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો હતો.
બોટાદ એલસીબીના પો.ઈન્સ. એચ.આર. ગોસ્વામી તથા એએસઆઈ યુ.એ.ચાવડા, હે.કો. જયરાજભાઇ ખાચર, હે.કો. ભગવાનભાઇ ખાંભલા, હે.કો. પ્રવિણસિંહ પરઘવી, પો.કો. જે.ડી.ધાધલ, પો.કો. પુરવભાઇ સોનગરા, હે.કો. આરીફભાઇ ઝાખરા, હે.કો. પ્રદીપભાઇ ગઢવી તથા પો.કો. કનકસિંહ વાળા વિગેરે સ્ટાફના માણસો એલ.સી.બી. કચેરી ખાતે હાજર હતા તે દરમ્યાન પો.કો. જે.ડી.ધાધલને ખાનગી રાહે બાતમી મળેલ કે પાળીયાદ ખીજડાવાળા ચોકમાં રહેતો મહંમદભાઇ ઉર્ફે ગડબો અબુભાઇ મુસાણીએ પોતાના રહેણાંકી મકાને પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે, જે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા પાળીયાદના ખીજડા વાળા ચોકમાં મહંમદ ઉર્ફે ગડબો અબુભાઇ મુસાણીના રહેણાંકી મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયરના ટીનનો જથ્થો મળી આવેલ જેમા પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ ની નાની-મોટી બોટલો નંગ-૨૧૭ જેની કુલ કિ.રૂ.૩૨,૮૭૫/- તથા અલગ અલગ બ્રાંડના બિયર ટીન નંગ-૨૯૩ જેની કુલ કિ.રૂ.૧૫,૮૨૨/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૪૮,૬૯૭/-નો મુદ્દામાલ મળી આવેલ જે કબ્જે કરી પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી કરેલ.