દિવાળીના તહેવારો દરમ્યાન  તા.રર થી તા.ર૭ સુધીના એકસ્ટ્રા બસોનું પ્રવર્તમાન ભાડા મુજબ સંચાલન

418

નિગમ ધ્વારા ગત વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન સુરત ખાતેથી ૯૦૦ બસોનું આયોજન કરી ૧૦૪૮ ટ્રીપો થકી એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવેલ. તે મુજબ ચાલુ વર્ષે પણ મુસાફરોને પોતાના વતનમાં જવા માટે સુરત ખાતેથી ૧ર૦૦ બસો થકી ૧પ૦૦ થી વધુ ટ્રીપોનું સામાન્ય સંચાલન ઉપરાંત વધારાનું તહેવારલક્ષી એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવનાર છે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળો માટે તાઃ-રર/૧૦/૧૯ થી તાઃ-ર૭/૧૦/૧૯ ની મધ્યરાત્રીના ર૪ઃ૦૦ કલાક સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન સિવાય અન્ય જગ્યા લંબે હનુમાન રોડ વરાછા, સુરતથી કરવામાં આવનાર છે.

વધુમાં સુરત, ભરૂચ અને વલસાડ ખાતેથી મહારાષ્ટ્ર રાજયના લાંબા અંતરના વિવિધ રૂટોનું સંચાલન તથા અમદાવાદ થી રાજસ્થાન રાજયના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જેવા રૂટો ઉપર સામાન્ય સંચાલન ઉપરાંત વધારાનું તહેવારલક્ષી સંચાલન હાથ ધરવામાં આવનાર છે.

સાથે સાથે નિગમના અન્ય વિભાગો ધ્વારા પણ દાહોદ, ગોધરા, ઝાલોદ, અમદાવાદ, રાજકોટ, સુરત, ભુજ અને વડોદરા જેવા શહેરો માટે મુસાફરોના ધસારાને ધ્યાને લઈ વિવિધ રૂટો માટે ૩૦૦ વાહનો થકી એકસ્ટ્રા સંચાલન કરવામાં આવનાર છે. જેનો સીધી બસ સેવાનો લાભ મુસાફરો મેળવી શકશે.તમામ એકસ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસો માટે કાઉન્ટર ઉપરાંત ુુુ.ખ્તજિંષ્ઠ.ૈહ ઉપરથી મુસાફરો ઓનલાઈન બુકીંગ પણ કરી શકશે.

Previous articleવડોદરા જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો
Next articleટેલિકોમ ઓપરેટરોએ કુલ ૪,૫૦૦ કરોડ ચુકવી દીધા