કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન પી. ચિદમ્બરમને આઇએનએક્સ મિડિયા કેસના મામલામાં આજે સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળી ગયા હતા. જો કે હાલમાં તેમને જેલમાં જ રહેવુ પડશે. કારણ કે તેઓ ઇડીની કસ્ટડીમાં છે. સુપ્રીમ કોર્ટે રાહત આપી છે પરંતુ ચિદમ્બરમની મુશ્કેલી હાલમાં ઓછી થનાર નથી. કારણ કે તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ સકંજો મજબુત બનાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇની કસ્ટડીમાં રાહત આપી છે. જો કે ઇડીની કસ્ટડીમાં રહેલા છે. આઇએનએક્સ મિડિયા કેસમાં સીબીઆઇ અને ઇડી દ્વારા જુદી જુદી રીતે તપાસ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે આજે આઇએનએક્સ મિડિયા કેસમાં આંશિક રાહત આપી હતી. જો કે, ચિદમ્બરમને ઇડીની કસ્ટડીમાં હોવાથી કોઇ વધારે રાહત મળનાર નથી. સુપ્રીમ કોર્ટે જામીન આપતા કેટલીક શરતો પણ મુકી હતી. જેલમાંથી મુક્તિ માટેની શરતો આપીને કહ્યું છે કે, ચિદમ્બરમને જેલમાંથી મુક્ત કરવામાં આવી શકે છે પરંતુ કોઇ અન્ય કેસમાં તેમની ધરપકડ નહીં થાય તો જ આ શક્ય બનશે. સાથે સાથે એક લાખ રૂપિયા જામીનની રકમ તરીકે આપવી પડશે. મુક્ત થયા બાદ પણ તેમને વિદેશ જવાની કોઇ મંજુરી મળશે નહીં. સાથે સાથે પુછપરછ માટે વારંવાર ઉપલબ્ધ થવું પડશે. જો કે, હાલમાં તો ચિદમ્બરમ ૨૪મી ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં છે.
૨૨મી ઓગસ્ટની રાત્રે તેમના આવાસ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ૧૮મી ઓક્ટોબરના દિવસે હાઈકોર્ટે આઈએનએક્સ મિડિયા સાથે જોડાયેલા મામલામાં ચિદમ્બરમને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો. ચિદમ્બરમે હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. હાલ તેઓ ઇડીની કસ્ટડીમાં છે. સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા કેસમાં પણ ૨૪મી ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ચિદમ્બરમની અરજી અંગે સીબીઆઈએ દલીલ આપતા કહ્યું છે કે, ચિદમ્બરમની ઉપસ્થિતિ સાક્ષીઓને ડરાવવા ધમકાવવા માટે પુરતી છે. સાક્ષીઓની પુછપરછ સુધી તેમને જામીન મળવા જોઇએ નહીં. આઇએનએક્સ મિડિયા કેસમાં ૧૫ લોકોની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચુકી છે. ચિદમ્બરમ ૨૪મી ઓક્ટોબર સુધી કસ્ટડીમાં રહેનાર છે.
આઇએનએક્સ મિડિયા મામલામાં ૨૨મી ઓગષ્ટના દિવસે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી તેમની તકલીફ અકબંધ રહી છે. નાટ્યાત્મક રીતે ધરપકડ કરવામાં આવ્યા બાદ રાત્રી ગાળા દરમિયાન પુછપરછનો દોર ચાલ્યો હતો. રાત્રી ગાળા દરમિયાન ગૃહ અને નાણાં પ્રધાન રહી ચુકેલા ચિદમ્બરમને સીબીઆઇના અધિકારીઓ દ્વારા ઇન્દ્રાણી અને પીટર મુખર્જીને લઇને પ્રશ્નો કર્યા હતા. જો કે ચિદમ્બરમે આ ગાળા દરમિયાન પણ પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે આપ્યા ન હતા. કેટલાક પર જવાબી સવાલ પણ કર્યા હતા. ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને મોડી રાત્રે સીબીઆઇ હેડક્વાર્ટર પર લઇ જવામાં આવ્યા હતા. ચિદમ્બરમની મુશ્કેલી હાલમાં યથાવત રહી શકે છે. પહેલા સીબીઆઇ દ્વારા અને હવે એન્ફોર્સમેન્ટ દ્વારા ચિદમ્બરમ પર સકંજો મજબુત કરવામાં આવ્યો છે.